મમતા બેનરજી માંડ માંડ જીત્યા, નંદીગ્રામ બેઠક પર 17મા રાઉંન્ડમાં સુભેન્દુને 1200 વોટથી હરાવ્યા.

Uncategorized

આજે ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એમ કુલ પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. તેમાં સૌકોઈની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી હતી. તેમાં પણ પશ્ચિમ બંગાળની કુલ 292 વિધાનસભા બેઠકોમાં સૌથી હોટફેવરીટ સીટ હોય તો તે હતી નંદીગ્રામ. આ બેઠક પર મમતા બેનરજી સામે એક સમયે તેમના સૌથી નજીકના અને વિશ્વાસુ રહી ચુકેલા સુભેંદ્રુ અધિકારી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યાં હતાં.

મતગણતરી શરૂ થઈ ત્યારથી જ નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારીએ સારી એવી પકડ જમાવી રાખી હતી. જેથી પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ 200થી વધારે બેઠકો જીતતી હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોવા છતાંયે મમતા બેનરજીના કપાળે ચિંતાની રેખાઓ ઓછી થતી નહોતી. ટીએમસીના ભલભલા દિગ્ગજોના જીવ તાળવે ચોટ્યા હતાં. ટીએમસીની ભવ્ય જીત તો થઈ પણ જો મમતા બેનરજી કે જે રાજ્યના મુખ્યમંત્રી છે તે જ પોતાની બેઠક પરથી ચૂંટણી હારી જાય તો? આ સવાલ સૌકોઈને મુંખવી રહ્યો હતો.

જોકે સાંજે 4:30 વાગ્યા બાદ નંદીગ્રામ બેઠકની સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. આ બેઠક પર 17 રાઉન્ડની મતગણતરી બાદ આખરે મમતા બેનરજી માંડ માંડ 1200 જેટલા નજીવા અંતર સાથે ચૂંટણી જીત્યા છે. શરૂઆતથી જ મમતા બેનરજીને જોરદાર ટક્કર આપનારા ભાજપના સુભેન્દુ અધિકારીનો પરાજય થયો છે.

મમતા બેનરજીએ સુભેન્દુ અધિકારીને પડકાર આપવા માટે ભવાનીપોર બેઠક છૉડીને નંદીગ્રામ સીટ પસંદ કરી હતી. શરૂઆતમાં મમતા બેનરજીનું ગણીત હતું કે તે શુભેન્દુ અધિકારેને આરામથી હરાવશે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ આ ગણતરીઓ ઉંધી વળતી ગઈ. જે આજે મતગણતરીમાં પણ છેલ્લે સુધી દેખાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.