મમતા બેનર્જી બન્યા વિધાયક દળના નેતા, આ તારીખે લેશે મુખ્યમંત્રી પદના શપથ.

nation

પશ્ચિમ બંગાળ(west-bengal)માં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને પ્રચંડ બહુમતી મળી છે.
એટલું જ નહીં, મમતાની આ હેટ્રિક બાદ તેણે સાબિત કરી દીધું છે કે હાલમાં ભારતના વિરોધ પક્ષમાં તેમની સ્પર્ધાના કોઈ નેતા નથી. આ સાથે જ ટીએમસી(TMC )ની બેઠકમાં મમતા બેનર્જીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જે બાદ સમાચાર સામે આવી રહ્યા છે કે મમતા 5 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સિવાય અન્ય લોકોના શપથ ગ્રહણ 6 મે ના રોજ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે મમતા કહે છે કે અમે એક સરળ શપથ ગ્રહણ કાર્યક્રમ રાખીશું. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશ કોરોનાની લડાઇથી જીત નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરીએ.

ભાજપ પાર્ટી કાર્યાલય પર થયેલા હુમલા પર મમતાએ કહ્યું કે મને હિંસા પસંદ નથી. તે લોકો જુના ફોટા બતાવી રહ્યા છે. પરંતુ ભાજપ આ કેમ કરી રહ્યું છે તે મને સમજાતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે આપણે જાણીએ છીએ કે ભાજપ અને કેન્દ્રીય દળોએ અમને બહેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી, પરંતુ હું બંગાળના તમામ રહેવાસીઓને શાંતિ માટે અપીલ કરું છું.

મમતાએ કહ્યું કે ભાજપ કોઈ સમ્રાટ નથી. અમે 24 કલાક કામ કરીએ છીએ અને અમારા લોકો સાથે જોડાયેલા રહીશું. તેમણે કહ્યું કે અમે વિનાશનો માર્ગ બંધ કરી દીધો છે. બંગાળના લોકોએ આ રસ્તો બંધ કર્યો છે. મમતાએ તેની જીતનો શ્રેય યુવાનો અને મહિલાઓને આપ્યો.

નંદીગ્રામમાં મતગણતરીના મામલે મમતાએ કહ્યું કે પાર્ટી આ મામલે વિચાર કરી રહી છે. તેણે કહ્યું કે મને ઘણા પ્રકારના મેસેજીસ મળી રહ્યા છે. કેટલાક મેસેજ એવા છે જે મુજબ જો હું પુન:મતગણતરીની વાત કરું તો મારા જીવને જોખમ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.