મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અલગ થઇ ચુક્યા છે લગભગ લગ્નના ૧૯ વર્ષ બાદ બન્ને સહમતીથી ડિવોર્સ લીધા હતા.તલાક લીધા બાદ લાંબા સમય સુધી મલાઈકાએ તલાકનું કારણ છુપાવ્યુ હતું. પરંતુ આખરે આ કારણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તે બંને પોતાના લગ્નથી ખુશ ન હતા. તેની અસર તેમના સંતાનો પર પડી રહી હતી. આ ઉપરાંત પરિવારના બીજા મેમ્બર્સ પર પણ તેની અસર પડી રહી હતી.
મલાઈકા ડિવોર્સ માટે માનસિક તૈયાર હતી
મલાઈકાએ એક શોમાં દિલ ખોલીને પોતાની લાઈફ વિશે વાત કરી હતી તેણે જણાવ્યું હતું કે ડિવોર્સ વિશે બીજીવાર વિચારવા માટે તેમના પરિવાર તરફથી ભારે દબાણ હતું. હું બધાની વાત બહુ જ ધ્યાનથી સાંભળી રહી હતી. પરંતુ હું અલગ થવા માટે માનસિક રીતે તૈયાર થઈ ચૂકી હતી.
અરબાઝે ડિવોર્સ પર કરી વાત
આ પહેલા અરબાઝે પણ એક ઈન્ટરવ્યૂમાં પોતાના ડિવોર્સ વિશે કહ્યું હતું કે ડિવોર્સ લેવા જરૂરી હતા. કેમ કે, તેમની પાસે આ સિવાય કોઈ ઓપ્શન ન હતો. અમારો સંબંધ એવી સ્થિતિ પર આવીને ઉભો હતો કે, જ્યાં માત્ર એક જ રસ્તો બચતો હતો. સૌથી મોટી ચિંતાની વાત તો એ હતી કે જે પણ થઈ રહ્યુ હતું તેમાં અમારો દીકરો પણ સામેલ હતો.
દીકરાની કસ્ટડી મલાઈકા પાસે
અરબાઝે વધુમાં કહ્યું કે જે સમયે ડિવોર્સની વાત ચાલી રહી હતી ત્યારે મારો દીકરો માત્ર 12 વર્ષનો હતો. તેની કસ્ટડી મલાઈકા પાસે જ છે. તેથી તેઓ આ બાબતે લડવા માંગતા નહોતા. કેમ કે તેઓ જાણતા હતા કે એક માતા પોતાના દીકરાની સારસંભાળ સારી રીતે કરી શકે છે. પુખ્ત થયા બાદ તેઓ ખુદ આ બાબતનો નિર્ણય કરશે કે તેમને કોની સાથે રહેવુ છે.
અરબાઝે મસમોટી રકમ આપી
ડિવોર્સ આપવા માટે મલાઈકાએ અરબાઝ પાસે મસમોટી રકમ માંગી હતી. મલાઈકાએ ડિવોર્સ માટે અરબાઝ ખાન પાસેથી 10 કરોડ રૂપિયા માંગ્યા હતા.જો કે અરબાઝના દીકરાની જવાબદારી મલાઈકાએ ઉઠાવી હતી તેની અરબાઝે તેને 10ને બદલે 15 કરોડ રૂપિયા દિલ ખોલીને આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ખુશીથી ડિવોર્સ લીધા હતા.