મલાઈકા અરોરાએ 2021ની યાદોમાં બોયફ્રેન્ડ સામે પુત્રને ના આપ્યો ભાવ

BOLLYWOOD

કરીના કપૂર, દિયા મિર્ઝા, શિલ્પા શેટ્ટી, સારા અલી ખાન પછી હવે મલાઈકા અરોરાએ વર્ષ 2021ને ખૂબ જ ખાસ અંદાજમાં અલવિદા કહી દીધું. મલાઈકાએ વર્ષના અંતિમ દિવસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે 2021ની ખાસ પળોનો સમાવેશ કર્યો છે. આ ખાસ પળો મલાઈકાએ તેના કુલ 12 અલગ-અલગ અવતાર ચાહકોને 12 મહિના પ્રમાણે બતાવ્યા છે. આ વીડિયોમાં તે ક્યારેક રેતી પર ચાલતી જોઈ શકાય છે તો ક્યારેક તેના લવ બોય એક્ટર અર્જુનની બાહોમાં. મલાઈકા વીડિયોમાં અલગ-અલગ સ્ટાઈલમાં બોલ્ડ દેખાઈ રહી છે. જોકે, મલાઈકાના ફોટામાં તેનો લાડકો પુત્ર અરહાન ક્યાંય દેખાતો નથી. મલાઈકાનો આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના વીડિયો પર ભારે કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાનો ખાસ વીડિયો

મલાઈકાની પોસ્ટની સૌથી ખાસ વાત એ છે કે તેણે જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 સુધીની સુંદર યાદોને યાદ કરીને એક વીડિયો રીલ બનાવી છે. આ રીલમાં કુલ 12 તસવીરો છે, જેમાં મલાઈકા અલગ-અલગ આઉટફિટમાં અને અલગ-અલગ જગ્યાએ જોવા મળી રહી છે. આ રીલ વીડિયોમાં મલાઈકા ક્યારેક બીચ પર પાર્ટી કરતી જોવા મળે છે, ક્યારેક કંઈક ખાતી હોય છે તો ક્યારેક હવામાં રેતી ઉડાડતી હોય છે. આ સિવાય એક ફોટોમાં તે બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બાહોમાં ચિલ કરતી જોવા મળી રહી છે. આ બધામાં મલાઈકાએ તે તસવીર પણ સામેલ કરી છે જેમાં તે કોવિડ-19ની રસી લેતી જોવા મળી રહી છે, પરંતુ વીડિયોમાં તેના પુત્ર સાથેનો તેનો એક પણ ફોટો દેખાતો નથી.

આ કારણે મલાઈકા ચર્ચામાં

મલાઈકા અવારનવાર પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી લોકોને દીવાના બનાવી રહી છે. તેના Instagram પર 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે તે પોતે 576 લોકોને ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેના જોરદાર ડાન્સની સાથે સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઈકા ફિટનેસ સાથે ઉંમરને માત આપે છે. આ સિવાય તે પોતાના અંગત જીવનમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવાને કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત, તે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 માં સેલિબ્રિટી જજ બનીને વાહવાહી લૂટતી રહે છે

Leave a Reply

Your email address will not be published.