મકર સંક્રાતિએ કમુરતા થશે પૂર્ણ, જાણો ધાર્મિક મહત્ત્વ

DHARMIK

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. આ વખતે 14 જાન્યુઆરી, 2022ને શુક્રવારના મકર સંક્રાતિની ઉજવણી કરાશે

મોટા ભાગ લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ 1800 વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.

મકર સંક્રાતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.

ઉત્તરાયણ કાળની મહત્તા

હિન્દુ ધર્મમાં સૂર્યને દક્ષિણથી ઉત્તર દિશા તરફ જવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ આગળ વધે છે, આ સમય દરમિયાન સૂર્યના કિરણોને ખરાબ માનવા માં આવે છે.

મકર સંક્રાંતિ પર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
આ સમય દરમિયાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં એક મોટો તહેવાર છે. ઉત્તરાયણ પછી ઋતુઓ અને મોસમ બદલાય છે. પરિણામે, શિયાળાની મોસમ ધીરે ધીરે સમાપ્ત થવા માંડે છે. ઉત્તરાયણને કારણે, રાત ટૂંકી થવા લાગે છે અને દિવસો મોટા હોય છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય છે ત્યારે તે યાત્રાધામો અને તહેવારોનો સમય હોય છે.

મકર સંક્રાતિથી કમુરતા થશે પૂર્ણ
કમુરતામાં શુભ કાર્ય પર નિષેધ હોય છે. તા.16 ડિસેમ્બર, 2021ના સવારે સૂર્ય ધન રાશિમાં આવે એટલે ધન રાશિનો અને મીન રાશિનો સ્વામી ગુરૂ છે તેથી 16થી કમુરતા ગણાય. કમુરતાને ખરમાસ પણ કહેવાય છે. આ દિવસ દરમિયાન કોઇપણ શુભ પ્રસંગ થતા નથી. 14મી જાન્યુઆરી, 2022ના રોજથી કમુરતા પૂરા થાય છે. તે દિવસે મકર રાશિમાં સૂર્ય આવે છે તેથી આપણે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ. મકર સંક્રાંતિના દિવસે ગોળ, શેરડી, તાંબુનું દાન કરવું અને કમુરતા દરમિયાન એક મહિનો વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાનની પૂજા કરવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *