મકર સંક્રાતિએ ગ્રહોના રાજા કરશે રાશિ પરિવર્તન, બે રાશિના જાતકો માટે રચાશે ધન યોગ

GUJARAT

ગ્રહોના રાજા સૂર્ય દેવ (Sun god)2022માં (Makar Sankranti 2022) પહેલી વખત તેનું રાશિ પરિવર્તન (Zodiac change)કરશે. 14 જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનની આ ઘટનાને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

જ્યોતિષીઓના કહેવા મુજબ, મકરસંક્રાંતિ આ વખતે રાશિચક્રના સંદર્ભમાં ખૂબ જ વિશેષ બનવા જઈ રહી છે. સિંહ અને ધન રાશિના જાતકોને ધન યોગનો (Dhan yog)લાભ મળશે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ રાશિના જાતકોને લાભ થશે. સૂર્ય મકર સંક્રાતિ પર અન્ય ત્રણ ગ્રહો સાથે યુતી કરશે, આ સમયે સૂર્ય ભગવાન શનિ સાથે યુતી કરશે.

સિંહ રાશિ
સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને ગોચરની આ અવધિમાં તમારા ષષ્ઠમ ભાવમાં રહેશે. સૂર્યના ગોચરની આ અવધિ ખાસ તો વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ રહેશે. આનાથી ધન યોગ બની રહ્યો છે. ખાસકરીને સરકારી કામકાજમાં સફળતા મળશે અટકેલા કામ પૂર્ણ થશે. મહેનતનું ફળ દેખાશે.

જે જાતક કેટલાયે સમયથી નોકરીનો પ્રયાસ કરી રહ્ય છે તેમને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે.તમારા કામની પ્રશંસા થશે અને અટકેલા કામ કરી શકશો. ભાગ્યનો પૂર્ણ પણે સાથ મળશે. મહેનત કરતા વધુ ફળ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારૂ સચવાશે. આ સમય તમારા જીવનમાં નવી રોશની આનંદ સાથે આવશે.

ધન રાશિ
આ ગોચરથી સૂર્ય તમારા દ્વિતિયભાવમાં બીરાજમાન થશે. શુભ ફળોની પ્રાપ્તિ થશે. કેમકે તમારી રાશિમાં ધનયોગ નિર્માણ થયો છે આર્થિક સારો એવો ફાયદો મળશે. અચાનક ધનલાભ થશે. અટકેલા નાણા પરત મળશે.

જો કે આ સમયે સૂર્ય કર્મફળ દાતા શનિદેવ સાથે યુતી કરશે આથી થોડો સમય ખર્ચાઓ વધશે. નાની નાની યોજનાઓમાં રોકાણ કરવુ તમારા માટે લાભદાયક રહેશે. આનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *