સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓ સહનશીલ હોય છે. તે ચૂપચાપ સહન કરતી રહે છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં આ વાત સાચી પણ જોવા મળી રહી છે. સમાજમાં શરૂઆતથી મહિલાઓને ઓછું બોલવાની સલાહ અપાય છે. બાળપણથી લઈને મોટા થવા સુધી તેમને અનેક પાબંધીઓનો શિકાર બનવું પડે છે. આ કારણે જ તેમને સહનશીલ હોવાની ઉપમા આપવામાં આવી છે. તેમની પર થતા અત્યાચારને માટે તેઓ અવાજ ઉઠાવી શકતી નથી તે વાત ખતરો બની શકે છે. આ સહનશીલતા દેશ અને સમાજને માટે ખતરાની ઘંટડી સમાન છે.
જાણો શું કહે છે NFHS -5નો રિપોર્ટ
NFHS -5 એટલે કે નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર દેશના 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની લગભગ 70 ટકા મહિલાઓ પોતાની પર થતા અત્યાચારને જણાવતી નથી અને ન કો કોઈની પાસેથી કોઈ મદદ લે છે. આ રિપોર્ટના આધારે દેશમાં અસમ- બિહાર, મણિપુર, સિક્કિમ અને જમ્મૂ કાશ્મીર પ્રદેશ એવા છે જેમાં હિંસા સહન કરનારી મહિલાઓની ટકાવારી સૌથી વધારે છે. આ રાજ્યોમાં એવી મહિલાઓની સંખ્યા 80 ટકાથી વધારે છે. આ સાથે ત્રિપુરા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં અત્યાચાર સહન કરનારી મહિલાઓની સંખ્યા 70 ટકાથી વધારે છે.
મદદ માંગનારી મહિલાઓની ટકાવારી
જો વાત અત્યાચારના વિરોધમાં અવાજ ઉઠાવવાની કે મદદ માંગવાની છે તો આ આંકડા આશ્ચર્યજનક છે. NFHS -5ના અનુસાર દેશમાં 10 ટકાથી પણ ઓછી મહિલાઓ છે જે પોતાની પર થતા અત્યાચારને માટે અન્ય પાસે મદદ માંગે છે. અસમ, આંધ્રપ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને જમ્મૂ કાશ્મીર એવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં 10 ટકાથી પણ ઓછી મહિલાઓ તેમની પરના અત્યાચારને લઈને મદદ શોધે છે.
કોની પાસે રાખે છે મદદની આશા
આ સર્વેમાં સામે આવ્યું છે કે હિંસા અને અત્યાચારથી પીડિત મહિલાઓએ કહ્યું કે તેઓ મદદ માટે સૌથી પહેલા પરિવારના લોકો, પાડોશી, પોલિસ, વકીલ અને ધર્મગુરુઓની મદદ લે છે.
શરીરના આ ભાગ પર થાય છે સૌથી વધુ અસર
સર્વેમાં સામે આવેલી માહિતિ અનુસાર ઘરેલૂ હિંસાથી પીડિત મહિલાઓને સૌથી વધારે અસર આંખ પર થાય છે. આ પછી હાડકા તૂટવા, બળવું, દાંત તૂટી જવા જેવી ઘટનાઓ જોવા મળે છે.