મહિલાને પાડોશી યુવક સાથે બંધાયા શરીર સંબંધ, યુવકને પ્રેમિકાની દીકરી સાથે પણ બાંધવા હતા શરીર સંબંધ ને…..

GUJARAT

પોલીસે નોએડા એક્સટેંશનથી હત્યાના ગુનામાં માતા અને તેની દીકરીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી હત્યામાં વપરાયેલી ઇંટ, છરી, લોહીવાળી ચાદર અને મૃતકનો મોબાઇલ જપ્ત કર્યો છે. કેટલાક સમય પહેલા બિસરખ વિસ્તારમાં 18/19 નવેમ્બરની રાતે એક શખ્સની બેરહેમીતી હત્યા કરી નાંખી હતી.

પોલીસે જણાવ્યું કે, મૃતક અને મહિલા પાડોશમાં રહેતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. મહિલાનો આરોપ છે કે, પ્રેમીની તેની દીકરી પર પણ ખરાબ નજર હતી અને તેની છેડતી કરતો હતો. મહિલાએ પ્રેમીને આ અંગે ઘણીવાર ટકોર કરી, પરંતુ તેની હરકત બંધ નહોતી થઈ. પ્રેમીની હરકતો ન અટકતા મહિલાએ તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું અને મોકો મળતાં જ માતા-પુત્રીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે હત્યાના ગુનામાં બંનેની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલા બિહારના દરભંગાની રહેવાસી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી બે છરી, મૃતકનું આધારકાર્ડ, પાન કાર્ડ, પાસબૂક અને મોબાઇલ ફોન ઉપરાંત તેના કપડા પણ જપ્ત કર્યા છે. હત્યા સમયે માતા-પુત્રીએ પહેરેલા કપડા પણ મેળવ્યા છે. તેના પરથી લોહીના ડાઘા મળી આવ્યા છે. જેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

રાજકોટઃ રિબડા પાસે યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારની હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના પતિ સંદીપે હત્યા કરી લાસ ફેંકી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પતિ સંદીપને સકંજામાં લીધો છે. પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગોંડલના રીબડા ગામ પાસેથી ગઈ કાલે સવારે યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રીબડા ગામના ગેઈટ સામેથી જીન્સ અને ટી-શર્ટ પહેરેલી અને અંદાજે રપ વર્ષીય યુવતીની લાશ મળી આવતા ગોંડલ તાલુકા સ્થળ પર દોડી ગઇ હતી. લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી હતી.

બીજી તરફ પોલીસે મૃતક યુવતીને ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે મૃતક યુવતીના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી મળી જતા મૃતક યુવતીના પતિ સંદિપ છગન સગપરીયા (ઉ.વ.૩૮) કે જે મુળ રીબડાનો છે, તેને સકંજામાં લઈ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવતીનું નામ સાજેદા ઉર્ફે સાજુ ઉર્ફે સંજના ફિરોઝભાઈ સમા છે. તેની ઉંમર ર૦ વર્ષ છે. હત્યાનો ભોગ બનનાર સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા. આમ છતા બંને લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. આ સંબંધથી તેમને પુત્ર છે. જે હાલ દોઢેક વર્ષનો છે.

ગઈકાલે મોડી સાંજે તે સાજુને એકટીવા પર લઈ રીબડા પહોંચ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સંદિપે ગળુ દબાવી તેની હત્યા કરી નાખ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી છે. સંદિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હત્યા કરી નાખી છે.

Leave a Reply

Your email address will not be published.