મહિલાને 23 વર્ષ નાના યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાના ઘરે જ પડ્યો રહી કરતો જલસા, એક દિવસ પ્રેમિકાને પૂર્વ પતિ સાથે જોઈ ગયો ને…….

nation

ઈન્દોરના એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી અજાણ્યા મૃતદેહના કેસને ઉકેલતી વખતે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં 55 વર્ષની ગર્લફ્રેન્ડને કસ્ટડીમાં લીધી છે. મહિલાએ પોતાના જ 32 વર્ષીય પ્રેમી દીપકનું માથું પથ્થર વડે કચડીને હત્યા કરી નાંખી હતી.

આ મામલો ઈન્દોરના એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના કેદાર નગરનો છે, જ્યાં પોલીસે 30 જાન્યુઆરીની મોડી રાત્રે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ ગંગાનગરનો રહેવાસી દીપક માણિક તરીકે કરી હતી.

પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક દીપકને એક મહિલા સાથે મિત્રતા હતી જે ખૂબ આગળ વધી ગઈ હતી. આ મહિલા લાંબા સમયથી તેની સાથે રહેતી હતી.

આ માહિતીના આધારે પોલીસે પંચશીલ મલ્ટીમાં રહેતી મંગળા નામની મહિલાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતાં તેણીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે આ પહેલા તેણે બે પતિઓને છોડી દીધા હતા. મૃતક સાથે તેને પ્રેમસંબંધ હતો જેના કારણે તેણે મૃતક દીપક સાથે મંદિરમાં લગ્ન પણ કર્યા હતા.

એરોડ્રોમ સ્ટેશન ઇન્ચાર્જ સંજય શુક્લાના જણાવ્યા અનુસાર, મહિલા કચરો વીણવનું કામ કરે છે અને તેનો પહેલો પતિ પણ આ કામ કરતો હતો. મૃતક દીપકે પહેલા મહિલાને તેના પ્રથમ પતિ સાથે શંકાના આધારે વાત કરતા જોઈ હતી.

બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહિલાએ દીપકના માથાના ભાગે ભારે પથ્થર મારીને તેની હત્યા કરી હતી. હાલ પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે, જ્યારે તેના પૂર્વ પતિની પણ આ ઘટનામાં સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.