મેડિકલ સાયન્સનો યોગ્ય દિશામાં પ્રયોગ કરવામાં આવે તો નિશ્ચિતપણે ખુબ જ ફાયદો થાય છે પરંતુ ઘણી વખત લોકો અજીબોગરીબ માંગ પૂર્ણ કરવા માટે મેડિકલ સાયન્સનો પ્રયોગ કરે છે તો તેઓ પોતાને ખતરામાં નાખી દે છે. આવું જ કંઇ બ્રિટેનની મહિલા સાથે થયું છે. જેણે પોતાના પર એક એવો અજીબોગરીબ પ્રયોગ કરવાનું વિચાર્યું, જેના પર બાદમાં તેને પછતાવો થઇ રહ્યો છે.
બ્રિટેનની ‘ધ બૈડ ગર્લ ગાઇડ ટૂ બેટર’ની લેખિકા કેસી બેરોસને પોતાનો પ્રાઇવેટ પાર્ટ પસંદ ન હતો. તેણે આથી છૂટકારો મેળવવા માટે અજીબોગરીબ નિર્ણય કર્યો. કેસીએ નક્કી કર્યું કે તે પોતાના પ્રાઇવેટ પાર્ટને બાર્બી ડૉલની શકલમાં બદલી નાંખશે. આ માટે તેણે સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો, પરંતુ આજે તેને પોતાના આ નિર્ણય પર પછતાવો થઇ રહ્યો છે.
ખરેખર કેસીએ લેબિયાપ્લાસ્ટી પર એક ડૉક્યૂમેન્ટ્રી જોઇ. જેના પછી તેણે ‘ડિઝાઇનર રૂપ’ રૂપ વિશે નિર્ણય લીધો. લેબિયાપ્લાસ્ટી એક કોસ્મેટિક પ્રક્રિયા છે જેના દ્વારા પાર્ટની ડિઝાઇન બદલી શકાય છે.
બે બાળકોની માતા કેસીનું કહેવું છે,‘મને વિચાર આવ્યો અને મેં મારા પાર્ટને બદલી નાખ્યો. મને આશા હતી કે હું પહેલાથી સારૂ અનુભવીશ અને કોન્ફિડન્સ વધશે પરંતુ ખરેખરમાં એવું થયું નહીં.’ ઓપરેશન પહેલા કેસી એ ઘણા સર્જનની સલાહ લીધી અને પોતાની સર્જરી કરવા માટે ડોક્યૂમેન્ટ્રીમાં દેખાડવામાં આવેલા ડૉક્ટર પાસે બુકિંગ કરાવ્યું.
કેસીને ઓપરેશન પછી પરેશાન કરનારા ફેરફારો જોવા મળ્યા અને જ્યારે તે બે બાળકોની માતા બની તો ભાવનાત્મક રીતે વધુ પરેશાન થઇ. જેમ-જેમ સમય વિતતો ગયો કેસીને પોતાના નિર્ણય પર શરમ અને પછતાવો થવા લાગ્યો.
હવે કેસીને લાગે છે કે, તે જે વીડિયોને જોઇ પ્રભાવિત થઇ હતી તે અસલમાં સાચો ન હતો. વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેસીએ અનુભવ્યું કે, તેના નિર્ણયની અસર તેના બાળકો પર પણ પડી શકે છે. હવે કેસી લોકોને આવા અજીબોગરીબ નિર્ણય ન લેવાથી પ્રેરિત કરે છે.