મહેશ-નરેશની બેલડીને 9મીએ મરણોત્તર પદ્મશ્રાી એવોર્ડથી પોંખાશે

GUJARAT

ગુજરાતી ફિલ્મ જગતને એક નવી જ ઊંચાઈ પર લઈ જનારા ગુજરાતના બે પનોતા પુત્ર સ્વ. મહેશ કનોડિયા અને સ્વ. નરેશ કનોડિયાની જોડીનેને પદ્મશ્રાી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આગામી ૯મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનારા સમારોહમાં બન્ને ભાઇઓને સંયુકત મરણોપરાંત પદ્મશ્રાી આપીને સન્માનિત કરવામાં આવશે.

પૂર્વ સાંસદ સ્વ. મહેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફ્લ્મિોમાં સંગીત પીરસ્યંુ હતું. જ્યારે તેમના લઘુબંધુ સ્વ. નરેશ કનોડિયાનો ગુજરાતી ચલચિત્રમાં એકહથ્થંુ સામ્રાન્ય ધરાવતા હતા. ગત વર્ષ બન્ને ભાઇઓનું ખૂબ જ નજીકના અંતરમાં નિધન થયું હતું.

મહેશ કનોડિયાએ લાંબી બીમારી બાદ ફની દુનિયાને અલવિદા કહ્યું હતું જ્યારે નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું હતું. મહેશ-નરેશની જોડીને સંયુકતપણે મરણોત્તર પદ્મશ્રાી એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે.

આગામી 9 મી નવેમ્બરના રોજ બન્નેને સંયુકતપણે રાષ્ટ્રપતિના હસ્તે મરણોત્તર પદ્મશ્રાી એવોર્ડઆપી સન્માનિત કરવામાં આવશે. સિટી લાઇફ સાથેની ખાસ વાતચીતમાં નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ કહ્યું કે, ભારતમાં આ એવી પ્રથમ ઘટના બનવા જઈ રહી છે કે મરણોત્તર બે સગા ભાઈઓને એક સાથે પદ્મશ્રાીના સન્માન મળશે. નવમીએ આયોજિત થનાર આ કાર્યક્રમમાં બાપા મહેશ કનોડિયા વતી હું આ એવોર્ડ સ્વીકારીશ. જ્યારે પિતા નરેશ કનોડિયા વતી મારા માતા આ એવોર્ડને સ્વીકારશે.

Leave a Reply

Your email address will not be published.