મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ વ્રત એક સાથે, ભોળાનાથ-શનિદેવને કરો પ્રસન્ન

DHARMIK

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે.આ દિવસે ભોળાનાથની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. હિંદુ પંચાગ મુજબ મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે.. આ વખતે તે 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ છે. આ વખતે મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગને કારણે આ દિવસે ઉપવાસ કરવાથી તમારી જે પણ ઈચ્છાઓ હશે તે ચોક્કસથી પૂર્ણ થશે.

આ વખતે મહાશિવરાત્રિની સાથે જ શનિ પ્રદોષ વ્રત પણ છે અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આથી આ દિવસે કરવામાં આવતી ભોલેનાથની પૂજા વિશેષ ફળ આપે છે.

મહાશિવરાત્રિનો શુભ સમય

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ત્રયોદશી તિથિ 17મી ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 11.36 વાગ્યાથી બીજા દિવસે 18મી ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે 08.02 વાગ્યા સુધી છે. મહાશિવરાત્રિના દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીના સૂર્યોદયથી બીજા દિવસે 19 ફેબ્રુઆરીના સૂર્યોદય સુધી, તમારી પાસે ભોલેનાથને પ્રસન્ન કરવાની દરેક તક છે.

મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ ઉપવાસના ઉપાય

મહા શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે પાણીમાં કાળા તલ મિક્સ કરો અને શિવ પંચાક્ષર મંત્રનો સતત જાપ કરો.

શિવ ચાલીસા સાથે શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શનિ પ્રદોષ વ્રત પર ભગવાન શિવને 108 બીલીપત્ર અને પીપળાને જળ અર્પણ કરો. આ સાથે તમે આ દિવસે અડદની દાળ, ભોજન, પૈસા અથવા કપડાનું દાન કરી શકો છો. તેનાથી શનિદોષ સંબંધિત સમસ્યા દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *