મહાશિવરાત્રિએ કરો 10માંથી 1 ઉપાય, ઉઘડી જશે નસીબ

DHARMIK

ફાગણ મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ તિથિ 28 ફેબ્રુઆરીએ રાતે 1.59 મિનિટે શરૂ થશે અને તે 1 માર્ચ મંગળવારે રાતે 12. 17 મિનિટ સુધી કાયમ રહેશે. મહાશિવરાત્રિના પર્વએ રાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો શ્રદ્ધા સાથે મહાદેવની પૂજા કરે છે. આ દિવસે વ્રત કરીને, ઉપવાસ કરીને ભગવાન શિવને જળાભિષેક, દુગ્ઘાભિષેક, રુદ્રાભિષેક, જાગરણ વગેરે અલગ રીતે મનાવશે, રિઝાવશે. પરિણિત સ્ત્રીઓ સૌભાગ્યની વૃદ્ધિ માટે, અવિવાહિત યુવતીઓ સુયોગ્ય અને મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ હેતુ પણ શિવજીની પૂજા અર્ચના કરાશે.

આ ઉપાય ચમકાવી શકે છે તમારું ભાગ્ય

જો વિવાહમાં અડચણ આવી રહી છે તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર કેસર મિક્સ કરેલું દૂધ ચઢાવો. જ્લદી જ વિવાહના યોગ બની શકે છે.
માછલીને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. આ સમયે ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. તેનાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
શિવરાત્રિએ નંદીને લીલું ઘાંસ ખવડાવો. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મુશ્કેલીઓનો અંત આવશે.
આ દિવસે ગરીબોને ભોજન કરાવો. તેનાથી ઘરમાં ક્યારેય અન્નની ખામી રહેશે નહી અને પિતૃઓની આત્માને શાંતિ મળશે.
પાણીમાં કાળા તલ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો અને “ॐ नम: शिवाय ” મંત્રનો જાપ કરો. તેનાથી મનને શાંતિ મળશે.

શિવરાત્રિએ ઘરમાં પારદના શિવલિંગની સ્થાપના યોગ્ય બ્રાહ્મણથી સલાહ કરીને સ્થાપના કરો અને પ્રતિદિન પૂજન કરી શકો છો. તેનાથી તમારી આવક વધારવાના યોગ બનતા રહે છે.
શિવરાત્રિના દિવસે લોટની 11 શિવલિંગ બનાવો અને 11 વાર તેનો જળાભિષેક કરો. આ ઉપાયથી સંતાન પ્રાપ્તિના યોગ બની રહે છે.
શિવલિંગનો 101 વાર જળાભિષેક કરો. સાથે ही ॐ हौं जूँ सः । ॐ भूर्भुवः स्वः । ॐ त्रयम्बकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्व्वारुकमिव बन्धानान्मृत्यो मृक्षीय मामृतात् । ॐ स्वः भुवः भूः ॐ । सः जूँ हौं ॐ ।મંત્રનો જાપ કરતા રહો. તેનાથી બીમારી ઠીક કરવામાં મદદ મળે છે.
શિવરાત્રિએ ભગવાન શિવને તલ અને જવ ચઢાવો. તલ ચઢાવવાથી પાપનો નાશ અને જવ ચઢાવવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

Leave a Reply

Your email address will not be published.