મહાશિવરાત્રિએ કરો આ ઉપાય, ધન, નોકરી, બિઝનેસમાં મળશે સફળતા

DHARMIK

ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીએ મહાશિવરાત્રિનો પાવન ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 1 માર્ચ મંગળવારે ઉજવાશે. માન્યતા છે કે આ શિવરાત્રિએ ભગવાન શિવની માતા પાર્વતીની સાથે વિવાહ થયો હતો. આ દિવસે ભોલેનાથના ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત રાખે છે. સાથે જ વિધિ વિધાનથી શિવજીની આરાધના કરે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે કરાયેલી શિવની ઉપાસનાથી અનંત ગણું ફળ મલે છે. ભક્ત અ લગ અલગ કામનાની પૂર્તિ માટે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. ઈચ્છિત નોકરીની કામના કરે છે. આ દિવસે કરેલા ખાસ ઉપાયો લાભદાયી સાબિત થશે. તો જાણો કયા ઉપાયો કરવા જોઈએ.

નોકરી અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે
મહાશિવરાત્રિના દિવસે ચાંદીના લોટા કે પાત્રથી ભગવાન શિવનો અભિષેક કરો. શિવલિંગ પર અભિષેક કરતી સમયે ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. શિવપૂજનમાં સફેદ પુષ્પનો ઉપયોગ કરો. આવું કર્યા બાદ શિવને શાષ્ટાંગ પ્રણામ કરો અને સાથે જ વ્યાપાર કે નોકરીમાં સફળતાની પ્રાર્થના કરો.

ધન પ્રાપ્તિ માટે
મહાશિવરાત્રિને માટે સવારે સ્નાન પછી સાફ કપડાં પહેરીને પંચામૃતથી શિવને અભિષેક કરો. પંચામૃતની તમામ સામગ્રીને શિવલિંગ પર અર્પિત કરો. આખરે જળથી શિવલિંગનો અભિષેક કરો. શિવને જળાર્પણ કર્યા બાદ ઓમ નમઃ પર્વતીપતયેનો 108 વાર જાપ કરો. આટલું કર્યા બાદ ભગવાન શિવની પાસે ધન પ્રાપ્તિ અને આવક વધારવાની પ્રાર્થના કરો.

ઉત્તમ સ્વાસ્થ્ય માટે
મહાશિવરાત્રિના દિવસે સવારની પૂજા સિવાય સાંજના સમયે કોઈ માટીના દીવામાં શુદ્ધ ગાયનું ઘી ભરો અને તેમાં થોડા પ્રમાણમાં કપૂર મિક્સ કરો. આ સિવાય કલાવાની 4 દીવેટ બનાવો અને તેને સળગાવો. આ પછી જળ લો અને તેમાં દૂધ, મિસરી, ચોખા મિક્સ કરો અને તેને શિવલિંગ પર અર્પણ કરો. આ સમયે ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમારી સમસ્યાઓનું સમાધાન મળશે.

વિવાહ માટે
જો વિવાહમાં કોઈ પ્રકારની બાધા આવી રહી છે કે પછી ઉત્તમ જીવનસાથીની કામના કરો છો તો તેને માટે મહાશિવરાત્રિના પાવન અવસરે સાંજના સમયે પીળા વસ્ત્ર પહેરીને શિવમંદિર જાઓ. આ પછી ઉંમરના પ્રમાણમાં બિલિપત્ર લો. પીળું ચંદન લગાવીને ભગવાન શિવને અર્પણ કરો. બિલિપત્ર ચઢાવતી સમયે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ પછી ધૂપથી શિવની આરાધના કરો અને જલ્દી વિવાહની કામના કરો. તમને ભરપૂર આર્શીવાદ મળશે.

Leave a Reply

Your email address will not be published.