તમે પુરાણોમાં સ્વયંવર વિષે સાંભળ્યું હશે પરંતુ મહિલા ધારે એટલા પતિ રાખી શકે તેવી વાત કદાચ ક્યારેય નહીં સાંભળી હોય. આ વાત માન્યામાં પણ ના આવે પરંતુ દક્ષિણ આફ્રિકાના નાઈઝરમાં વોડાબે જનજાતિઓમાં આ પ્રથા પ્રચલિત છે.
અહીં પુરૂષોની સુંદરતાની સ્પર્ધા યોજાય છે. જેમાં મહિલાઓ જજ હોય છે. જે પુરૂષ સૌથી વધારે આકર્ષિત સાબિત થાય મહિલા જજ તેને પસંદ કરી શકે છે. ચાહે તો તે મહિલા જજ પુરૂષ સાથે સયનસુખ પણ માણી શકે છે. પછી ભલેને તે મહિલા જજ પહેલાથી જ પરણિત હોય.
વાડાબે જનજાતિ દરેક વર્ષે ગુએરેવોલ ફેસ્ટિવલ ઉજવે છે. આ દરમિયાન પુરૂષ સજેધજે છે અને ફરી મહિલા જજો સામે ડાંસ કરે છે. વોડાબે જનજાતિનો સમાજ પણ પિતૃસત્તત્મક છે, પરંતુ સેક્સના મામલે શક્તિઓ મહિલાઓ પાસે હોય છે.
વોડાબે જનજાતિ વચ્ચે એકથી વધારે જીવનસાથી રાખવાની આઝાદી છે. પરણેલી મહિલાઓ પણ ઈચ્છે તો એકથી વધારે પુરૂષો સાથે શારીરિક સંભોગ માણી શકે છે. એકથી વધારે પતિ પણ પસંદ કરી શકે છે. ગુએરેવોલ ફેસ્ટિવલને પત્ની ચોરવાનો ફેસ્ટિવલ પણ કહે છે. કારણ કે આ કોમ્પિટિશનમાં ભાગ લેનારા પુરૂષો પોતાની પસંદની મહિલાને સંકેત આપે છે. ત્યાર બાદ પરણેલી મહિલા પુરૂષ સાથે સહયન માણે છે.
વોડાબે જનજાતિની એવી પરંપરા રહી છે કે, મહિલાઓ લગ્ન પહેલા પણ સેક્સ કરી શકે છે અને લગ્ન બાદ એકથી વધારે પતિ સાથે રહી શકે છે. વોડાબે જનજાતિના લોકો પોતાને દુનિયાના અન્ય સમુદાયો કરતા વધારે સુંદર માને છે અને પોતાની સુંદરતાની કાળજી પણ ખુબ લેતા હોય છે.