લવ મેરેજ બાદ પતિને મળ્યો પત્નીનો ગુપ્ત વિડીયો, જ્યારે જોયો તો એક જ ઝાટકે..

nation

લગ્ન એ એક પવિત્ર સંબંધ છે. સાત ફેરા લેતી વખતે અમે સાત જન્મો માટે એકબીજા સાથે રહેવાની શપથ લઈએ છીએ. પરંતુ આજના સમયમાં લગ્ન એક જન્મ માટે ચાલે તો તે પણ ઘણું છે. ઘણીવાર તમે એવું પણ જોયું હશે કે લગ્ન તમારી પસંદના જીવનસાથી સાથે ન થાય તો તે સંબંધ લાંબો સમય સુધી ટકતો નથી.

પરંતુ આજે અમે તમને એક એવા કેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક યુવતીએ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લવ મેરેજ કર્યા હતા. પરંતુ આ છતાં પણ બંનેેનો સંબંધ તૂટી ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે પતિના હાથમાં પત્નીનો એવો વિડિયો આવી ગયો કે તે જોઈને તેના હોશ ઉડી ગયા. આ અનોખો કિસ્સો કાનપુર જિલ્લાના બાબુપુરવાનો છે.

અહીંના રહેવાસી અમિત શર્માનો ગોવિંદ નગરમાં રહેતી રૂચી વર્મા સાથે પ્રેમ સંબંધ હતો. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન પણ કરવા માંગતા હતા. બાળકોના આ આગ્રહ સામે પરિવારજનો ઝૂકી ગયા અને બંનેએ 4 જૂન 2020 ના રોજ આર્યસમાજ મંદિરમાં લગ્ન કર્યાં. તે લવ મેરેજ હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિરમાં લગ્ન થયા હતા. આર્ય સમાજ સંસ્થા દ્વારા આ બંનેેના લગ્નનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. પરંતુ ચાર મહિના પછી કંઈક એવું બન્યું કે અચાનક પત્ની તેના
સબંધીના ઘરે ગઈ. તેણે તેના પતિને કહ્યું કે તેના એક સંબંધીના લગ્ન છે. ત્યારબાદ તે ઘરેણાં અને રોકડ રકમ લઈને તેની મમ્મી સાથે જતી રહી. થોડા દિવસો વીતી ગયા.

ત્યાર પછી પતિએ પત્નીને ફોન કર્યો તો સ્વીચ ઓફ આવ્યો. આવી સ્થિતિમાં પતિ તેની પત્ની ને લેવા માટે સાસરે ગયો. પરંતુ પત્નીએ પતિ સાથે પાછા જવાની ના પાડી દીધી હતી. પતિએ વિચાર્યું કે કદાચ પત્ની થોડા દિવસ ગુસ્સે રહેશે પણ થોડા સમય પછી પાછી આવી જશે. પરંતુ તે પરત આવી નહિ તેેથી પતિને શંકા ગઈ અને તેણે આ મામલે તપાસ શરૂ કરી.

આ દરમિયાન પતિને જે સત્ય જાણવા મળ્યું તેના પર તે વિશ્વાસ કરી શક્યો નહીં. તેને તેની પત્નીનો વીડિયો મળ્યો. જે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે જે છોકરીને તેણે પ્રેમ કર્યો એની સાથે લગ્ન કર્યા તે આવી રીતે વિશ્વાસઘાત કરશે. જો કે આ વીડિયો તેની પત્નીના બીજા લગ્નનો હતો.

તેણે 2 જી જુલાઈએ પતિ સાથે છૂટાછેડા લીધા વિના અને કંઈપણ કહ્યા વિના લગ્ન કર્યા. રસપ્રદ વાત એ હતી કે તેણે આ લગ્ન પણ આર્ય સમાજમાં કર્યા હતા. આ સમયે પતિ તેની પત્નીના બીજા લગ્નનો વિડિયો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને અધિકારીઓ પાસેથી ન્યાયની માંગ કરવા લાગ્યો હતો.

તેમણે કહ્યું કે પત્નીએ છૂટાછેડા આપ્યા વિના જ લગ્ન કર્યા છે જે કાનૂની ગુનો છે. તેણે અને તેના પરિવારે મારી સાથે દગો કર્યો છે. પતિએ એવી પણ દાવો કર્યો હતો કે તેની પત્નીએ ત્રણ વાર લગ્ન કર્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *