લોકોને ‘નિર્વસ્ત્ર’ જોઈ શકાય એવા ચશ્મા મેળવવાની લાલચે બે લોકો લાખો રૂપિયામાં લૂંટાયા, પાંચ આરોપીઓ ઝડપાયા

GUJARAT

કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. બનાસકાંઠામાં આ કહેવત સાચી પડી છે. સાબરકાંઠાના ઇડરમાં લોકોને ખાસ ચશ્મા વડે નિર્વસ્ત્ર જોવાનો લોભ બે લોકોને ભારે પડ્યો છે. લોકોને ‘નિર્વસ્ત્ર’ જોઈ શકાય એવા ચશ્મા મેળવવાની લાલચે બે લોકો લાખો રૂપિયામાં લૂંટાયા છે. લોકોને ‘નિર્વસ્ત્ર’ જોઈ શકાય એવા ચશ્મા વેચી છેતરપિંડી કરતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લોકોને નિર્વસ્ત્ર જોઈ શકાય તેવા ચશ્માં !
આ ઠગ ટોળકીએ લોકોને નિર્વસ્ત્ર જોઈ શકાય તતેમજ જમીનમાં 10 ફુટ ઊંડે કોઈ વસ્તુ પડી હોય તો તેને પણ જોઈ શકાય એવા ચશ્મા આપવાની લાલચે બે લોકો સાથે લાખો રૂપિયામી છેતરપિંડી આચરી છે. જો કે આ ટોળકીના પાંચ ઠગબાજ પોલીસની પકડમાં આવી ગયા છે.

ચશ્મામાં ઇરેડિયમ હોવાનું કહેતા
લોકોને નિર્વસ્ત્ર જોઈ શકાય તેમજ જમીનમાં 10 ફુટ ઊંડે સુધી જોઈ શકાય એવા ચશ્માની લાલચ આપતા આ ઠગબાજો સામે વાળાનો વિશ્વાસ જીતવા એક તર્ક પણ આપતા. આ ઠગબાજો કહેતા કે આ ચશ્મામાં ઇરેડિયમ નામની મેટલ વપરાય છે, જેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનમાં થાય છે. આ મેટલના કારણે જ આ ચશ્મા કામ કરે છે અને આ ચશ્મા દ્વારા કોઈપણ લોકોને નિર્વસ્ત્ર જોઈ શકાય છે, એવું ઠગબાજો સમજાવતા.

15 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ
જાદુઈ ચશ્માના નામે છેતરપિંડી કરવાના આ કેસમાં ઇડરમાં પીવીસી ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ સહીત કુલ 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર એ ડિવિઝન અને ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. 15 પૈકી 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે દોઢ લાખ રોકડ,બનાવટી ચશ્માં,એક કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામકે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.