લોન લેવા માટેની તમારા માટે બેસ્ટ Tips ! ઓછા વ્યાજમાં…

GUJARAT

જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિ આવતી હોય છે જેમાં પૈસાની જરૂરિયાતને કારણે લોકો ખૂબ જ ઝડપથી લોન લેતા હોય છે. જૂના જમાનામાં લોકો પૈસા ઉધાર લેવા માટે શાહુકારો અને ધનિક લોકો પાસે જતા હતા પરંતુ હાલમાં બેંક લોકોને સરળ હપ્તામાં લોન આપવા માટે એક સારી સુવિધા પૂરી પાડે છે, જેના હેઠળ તમે તમારી સમસ્યા અનુસાર બેંકમાંથી લોન પાસ કરાવી શકો છો. પરંતુ બેંકમાંથી લોન લેવા માટે ઘણા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. ઘણી વખત તે જાણકારીના અભાવને કારણે લોકોને ઓછા વ્યાજ દરને બદલે વધુ વ્યાજ દરની લોન મળતી હોય છે, જેના કારણે તેમને નુકસાન થાય છે અને દેવુ વધે છે. જ્યારે પણ બેંક કોઈને લોન આપે છે ત્યારે તે લોન લેનાર વ્ચક્તિનો નો ક્રેડિટ સ્કોર પણ ચેક કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોરમાં જોવા મળે કે તમે પહેલા કોઈ લોન લીધી છે કે નહીં, તેમજ તમે તેને સમયસર પરત કર્યું છે કે નહી. આ બધું જાણ્યા પછી બેંક તમને લોન આપે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઓછા વ્યાજ દરે લોન લેવા માંગતા હોવ તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ક્રેડિટ સ્કોરનું ધ્યાન રાખો

જો તમે લોન લેવા જઈ રહ્યા છો તો તમારે તમારો ક્રેડિટ સ્કોર બરાબર રાખવો પડશે. આ માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે જે પણ લોન લો છો તેને સમયસર ચૂકવો. ઘણી વખત લોકો તેમની લોન સમયસર ચૂકવી શકતા નથી, જેના કારણે તેમનું વ્યાજ અને દેવું બંને વધી જાય છે. ઉપરાંત તેમના ખરાબ ક્રેડિટ સ્કોરને કારણે કોઈપણ બેંક તમને સરળતાથી લોન આપતી નથી. એટલા માટે તમારો ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ હોવો ખૂબ જ જરૂરી છે તો જ તમને સરળતાથી લોન મળશે.

વ્યાજ દરના આધારે વિવિધ બેંકોની સરખામણી કરવી

જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તેના પછી તરત જ બીજી લોન લેવા માટે વિવિધ બેંકો દ્વારા તમને ઓફર કરવામાં આવે છે. તમારે તે બેંકોના વ્યાજ દરોની તુલના કરવી જોઇએ. ઘણી બેંકો લોન આપતી વખતે સારા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટ સાથે સારી આકર્ષક ઑફરો આપે છે તેથી લોન લેતા પહેલા વ્યાજ દરોની સારી રીતે તુલના કરો જેથી તમે ઓછા વ્યાજ દર અને સરળ હપ્તાઓ સાથે લોન મેળવી શકો.

ઓફરની નોંધણી કરવી જરૂરી

તહેવારોના સમયમાં ઘણી વખત મોટાભાગની બેંકો વ્યાજ દરો તેમજ EMI હપ્તા લેનાર લોકોને સારી ઑફરો આપે છે. જેનો તમને ફાયદો થઈ શકે છે. તેથી લોન લેતી વખતે બેંક દ્વારા ઉપલબ્ધ આકર્ષક ઑફર્સ પર પણ ધ્યાન આપો.

Leave a Reply

Your email address will not be published.