લાલચ રાખનાર લોકોને આજીવન નથી મળતી આ વસ્તુ, સાથે જ પોતાના થઈ જાય દૂર!

DHARMIK

ચાણક્યએ માનવ જીવનને લગતી સમસ્યાઓના સમાધાન માટે ઘણી નીતિઓ આપી છે. ક્યા પ્રકારનાં વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઇએ એ તો ચાણક્યએ જણાવ્યું જ છે પણ વધુમાં તેઓ એ પણ જણાવે છે કે સફળતા મેળવવા માટે કઇ લાલચનો ત્યાગ કરવો જોઈએ.

गृहासक्तस्य नो विद्या न दया मांसभोजिनः।
द्रव्य लुब्धस्य नो सत्यं न स्त्रैणस्य पवित्रता॥

ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકો ઘરના મોહમાં ફસાયેલા રહે છે, તેઓ કદી સફળ થઈ શકતા નથી. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ઘરના લગાવને દૂર રાખીને તેની પ્રગતિનો માર્ગ શોધવો જોઈએ. તેની આ વાત વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ઘરની બાબતોથી દૂર રહેવું જોઈએ. જો જરૂર હોય તો તેઓએ ઘરેથી બહાર નીકળવાને લઈ ક્યારેય ડરવું જોઈએ નહીં.

આચાર્ય કહે છે કે કોઈએ માંસાહારી ખોરાક ખાતા વ્યક્તિ પાસેથી દયાની અપેક્ષા ન કરવી જોઈએ. તેઓ કહે છે કે માંસ એક તામસિક ભોજન છે અને તેનાથી માનવોમાં તમોગુણ આવે છે. પૈસાના લોભી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો. આવા લોકો હંમેશાં તેમના પોતાના ફાયદા વિશે જ વિચારે છે અને તક મળે કે તરત જ તેમના ફાયદા માટે તમને નુકસાન પહોંચાડતા અચકાતા નથી. તેમનો મુખ્ય હેતુ પૈસા ભેગા કરવાનો જ હોય છે.

Leave a Reply

Your email address will not be published.