રાજ કુંદ્રા કેસ: ગંદી બાત એકટ્રેસ ફ્લોરા સૈનીએ કર્યો ખુલાસો, કામ કરવાની મળી ઓફર પણ…

BOLLYWOOD

પોર્નગ્રાફી કેસમાં રાજકુંદ્રાની ધરપકડ બાદ એક પછી એક નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઇની ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને આમને સામને બેસાડીને પુછપરછ કરી હતી. ત્યાર બાદ આ મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠને પુછપરછ માટે બોલાવી હતી. હવે આ મામલે અભિનેત્રી ફ્લોરા સૈનીનું નામ જોડાયું હતું.

રાજ કુંદ્રા અને તેના સાથી-કાર્યકર ઉમેશ કામત તેમની આગામી એપ, બોલીફેમ માટે ગીત શૂટ કરવા ફ્લોરાને લેવા માટે ચર્ચામાં હતા.ગંદી બાત ફેમ અભિનેત્રી ફ્લોરા સૈનીએ એક વીડિયો બનાવ્યો છે જેમાં તે આ મામલે પોતાનો ખુલાસો આપી રહી છે. બોલ્ડ કન્ટેન્ટ માટે અભિનેત્રી ફ્લોરા સૈની પ્રખ્યાત ફિલ્મ ‘ગંદી બાત’માં કામ કર્યું છે.

ફ્લોરાએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે આ મામલે તેને કોઈ લેવાદેવા નથી. રાજ કુંદ્રાની આગામી એપ, બાયોફેમ માટે ગીતના શૂટિંગ માટે તેને લેવાની કોઈ વાત નહોતી. ફ્લોરાએ સ્પષ્ટ કહ્યું છે કે તેના રાજ કુંદ્રા અથવા ઉમેશ કામત સાથે કોઈ સંપર્ક નથી.

રાજ કુંદ્રા સાથે કોઇ વાત નહોતી કરી

ફ્લોરાએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે તેણીએ રાજ કુંદ્રા સાથે ક્યારેય વાત કરી નથી, સોશિયલ મીડિયા પર વહેતા સમાચારોને લઇને ફ્લોરાએ કહ્યુ કે તેના પર આરોપ છે કે નિશ્ચિતરૂપે કંઈક છુપાવવા માંગે છે, તેણીને આ બાબતે થોડોક સંબંધ રાખ્યો હોવો જોઈએ, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે આવું કંઈ નથી. તેની પાસે કોઈ માહિતી નથી . અભિનેત્રીએ આ મામલે કહ્યુ કે રાજ સાથે ક્યારેય વાત થઇ જ નથી કામ કરવુ તો બહુ દૂરની વાત છે.

કાસ્ટિંગ માટે હર વખતે ના પાડી
ફ્લોરાએ કહ્યું કે તેણીને ક્યારેક ક્યારેક કાસ્ટિંગ લોકોનો ફોન આવતો હતો. તેઓ તેને પૂછતા હતા કે હોટ શોટ એપ્લિકેશન છે જેના પર એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે, શું તે કામ કરશે? પરંતુ તેણે હંમેશા ના પાડી છે. નવા પ્લેટફોર્મ માટે તે કામ કરતી નથી કેમકે તેમનુ બજેટ ખુબ ઓછું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *