લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેમાથી એક લીલી ડુંગળી છે. જેમા વિટામીન સી, એ અને કે વધારે પ્રમાણમાં હોય છે. લીલી ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તેમા ઘણા પોષક તત્વ પણ હોય છે. તે સિવાય તેમા સલ્ફર પણ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ગુણકારી છે. જોકે લોકો લીલી ડુંગળીને સલાડ અને શાકમાં મિક્સ કરીને સેવન કરે છે. આવો જોઇએ લીલી ડુંગળીના સેવનથી સ્વાસ્થ્યથી શુ લાભ થાય છે.
હાડકાંને બનાવે છે મજબૂત
લીલી ડુંગળીમાં સોજા ઓછા કરવાના ગુણ હોય છે. જેના સેવનથી હાડકાં મજબૂત બને છે. તે સિવાય તેમા વિટામિન કે અને સી વધારે પ્રમાણમાં હોય છે.
હૃદય રોગ માટે યોગ્ય
હૃદયને સ્વસ્થ રાખવા માટે લીલી ડુંગળી ઘણી ફાયદાકારક છે. તે હૃદયથી જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મળે છે. તે સિવાય તેમા એન્ટી-ઓક્સીડેંટ્સ વધારે હોય છે. તે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરીને હૃદયના રોગને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
પેટ માટે ફાયદાકારક
લીલી ડુંગળીના સેવનથી તમે પેટની બિમારીઓથી દૂર રહી શકો છો. સાથે જ તેમા પેક્ટિન નામના તત્વ હોય છે. જે પેટના કેન્સરના ખતરાથી બચાવે છે.
શરદીથી બચાવે
શરદી અને ફ્લૂની સમસ્યાથી બચવા માટે લીલી ડુંગળી લાભદાયક છે. તે કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. તેમજ તેના સેવનથી શરદી-ઉધરસ સહિતની સમસ્યાઓમાંથી રાહત મળે છે.