લતા દીદીએ ગુજરાતીમાં પત્ર લખી PM મોદી વિશે કહી ખાસ વાત

BOLLYWOOD

92 વર્ષની ઉંમરે કોકિલ કંઠી લત્તાજીનું આજે અવસાન થયું છે. જેમાં તેમને કોરોના અને ન્યુમોનિયા થતા તેમણે છેલ્લા 29 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે ગત રોજ તબિયત વધુ લથડતા આજે તેમનું નિધન થયું છે.

પીએમ મોદીના માતા હીરા બાને પત્ર લખ્યો

ઉલ્લેખનિય છે કે લતા મંગેશકરના નિધનથી દેશમાં શોકનો માહોલ છવાયો છે. લતા મંગેશકરે દરેક ભાષામાં ગીત ગાયું છે. જેમાં લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. તેમજ તેમણે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા ગાયા છે. તેમનો ગુજરાત સાથેનો અનેરો નાતો રહ્યો છે. જેમાં લતાજીએ ગુજરાતીમાં લખેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં લતા મંગેશકરે એક સમયે પીએમ મોદીના માતા હીરા બાને પત્ર લખ્યો હતો. તે પણ ગુજરાતી ભાષામાં લખવામાં વ્યો હતો.

લખવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો

2019માં બીજી વખત PM મોદીની સરકાર બની હતી, જેની ખુશી વ્યક્ત કરવા માટે લતા મંગેશકરે માતા હીરાબાને પત્ર લખ્યો હતો. જેમાં નરેન્દ્ર મોદી PM બનતા દીદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યુ હતું કે, ભગવાન શ્રીરામની કૃપાથી મારા ભાઈ PM બન્યા. પ્રધાનમંત્રી બનવા બદલ મારી શુભકામના છે. હીરાબા આપના તેમજ નરેન્દ્રભાઈના સાદગીપૂર્ણ જીવનને મારું વંદન છે. હું આ પહેલીવાર ગુજરાતીમાં લખું છું. લખવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.

PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે મારી પાસે કોઇ શબ્દો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા. લતા દીદીના નિધનથી દેશમાં એક ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ લતા મંગેશકરને હંમેશા યાદ કરશે કે કેવા મહાન કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મન મોહી લેવાની શક્તિ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *