મારી વય ૨૮ વર્ષની છે. છેલ્લાં પાંચ મહિનાથી મારા માથાના વાળ ઉતરી રહ્યા છે. બંને લમણાં નજીક ટાલ પડી ગઈ છે. આ જગ્યા પર વાળ ઉગતા જ નથી. મારે શું કરવું? યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.
એક પુરુષ (ગોધરા)
રોજ વાળ ખરવા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ આ વાળની જગ્યા નવા વાળ લઈ લે છે. પણ કાયમી વાળ ખરે અને નવા વાળ ન ઉગે તેને તબીબી ભાષામાં એલોપેસિઆ કહે છે. તમને જે પ્રકારની ટાલ પડે છે તે જોતા કહી શકાય છે તમને પાંડુરોગ, રક્ત જવર (સ્કારલેટફીવર), ટાઈફોઈડ કે પછી સિફીલીસની સમસ્યા હોઈ શકે છે. આ માટે તમારી યોગ્ય તબીબની સલાહ લેવી જરૂરી છે.
હું 44 વર્ષનો પરિણીત પુરુષ છું. લગ્નના દસ વર્ષ સુધી અમારી સૅક્સ લાઈફ વ્યવસ્થિત હતી પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી મારી ઈન્દ્રીય ઉત્તેજીત થતી નથી. આ માટેની કોઈ દવા બતાવવા વિનંતી.
એક પુરુષ (આણંદ)
શિશ્ન ઉત્તેજીત થાય એવી કોઈ દવા નથી. તમારે ડાયાબિટીસ અને ઍથરોલેરોસિસની (શરીરની ધાતુઓનું ધોવાણ) તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત હિમાટૉલોજિકલ (રક્તની) તપાસ દ્વારા તમારી સમસ્યાનું સમાધાન મળી રહેશે.