બોરસદની એક પરીણિતાને લગ્નના એક વર્ષમાં તેના સાસરીયાઓએ ત્રાસ વર્તાવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પતિને કેનેડા જવા માટે સાસરીયાઓની ચઢવણીથી રૂા. બે લાખની માગણી કરી ત્રાસ વર્તાવતા બનાવ અંગે આણંદ મહિલા પોલીસ મથકે પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો છે.
બોરસદમાં એસ.ટી. કોલોનીમાં રહેતા મોહમંદહાસીમ અબ્દુલકૈયુમ મલેકના લગ્ન આણંદ નજીક વલાસણમાં રહેતા ઈરશાદમિયાં કાઝીની દીકરી તસ્લીમબાનુની સાથે થયા હતા. પતિ મોહમંદહાસીમ મૌલવી છે. બનાવ અંગે આ પરીણિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના એક વર્ષ બાદથી સાસરીયાઓ ત્રાસ વર્તાવે છે. સાસરીયાઓની ચઢવણીથી પતિ મોહંમદહાસીમે પોતાની પત્ની પાસે કેનેડા જવા માટે રૂા. બે લાખની માગણી કરી હતી.
માગણી ન સંતોષાતા પત્ની પર ત્રાસ વર્તાવી ગાળો બોલીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી હાલ પરીણિતા બોરસદ મુકામે પોતાના પિયરમાં રહે છે. આ બનાવ અંગે તસ્લીમાબાનુએ આણંદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમંદહાસીમ અબ્દુલકૈયુમ મલેક (પતિ), મોહમંદકાસીમ અબ્દુલકૈયુમ મલેક (જેઠ), મેકુજામોહમંદ કાસીમ મલેક (જેઠાણી, આ ત્રણેય રહે. બોરસદ, રબારી ચકલા) તથા નસરીનબાનુ મોઈનુદીન મલેક (નણંદ, રહે. વડોદરા) તથા અબ્દુલહમીદ મલેક (માસા સસરા)ની સામે કાર્યવાહી હાથ ધરી છે.