લગ્ની પહેલી રાત્રે કપલ માણી રહ્યા હતુ સેક્સ, ત્યાં જ પત્નીને આવ્યો હાર્ટ એટેક અને પછી…

WORLD

લગ્ન પછી વર-વધુના જીવનમાં પહેલી રાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ બ્રાઝિલમાં નવ પરિણીત દંપતી સાથે જે થયું તે તેઓએ તેની ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એક રિપોર્ટ અનુસાર, લગ્ન પછી બંને ખૂબ ખુશ હતા, પરંતુ લગ્ન શરૂ થાય તે પહેલા જ તેમની દુનિયા બરબાદ થઈ ગઈ. પત્નીના મોતથી પતિને ભારે આઘાત લાગ્યો છે.

આ કિસ્સો છે બ્રાઝિલના શહેર ઇબીરાઇટનો. 18 વર્ષીય યુવતીના લગ્ન તેના ઘર નજીક આવેલા ફાર્મ હાઉસમાં 29 વર્ષના છોકરા સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન પછી, નવ પરણિત યુગલ ખૂબ ખુશ હતુ, પરંતુ આ ખુશી વધુ સમય સુધી ટકી શકી નહીં.

પોલીસના જણાવ્યા મુજબ લગ્ન પછીની પહેલી રાતે સેક્સ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી ગઈ. જ્યાં સુધી પતિ કંઈક સમજી શકે ત્યાં સુધીમં તે જમીન પર પડી ગઈ. આ જોઈને પતિ અસ્વસ્થ થઈ ગયો, તેણે તુરંત જ પડોશીઓને મદદ માટે બોલાવ્યા.

પત્નીને હોસ્પિટલમાં લઈ જવા માટે ટેક્સી લાવવાનું કહ્યું. પતિએ કહ્યું કે ટેક્સી ડ્રાઇવરે હોસ્પિટલમાં જવાની ના પાડી દીધી, ત્યારબાદ બીજા ટેક્સી ડ્રાઈવરને બોલાવાયો, પરંતુ તેણે પણ મદદનો ઇનકાર કરી દીધો અને કટોકટી સેવાને કોલ કર્યો. પતિએ કટોકટી સેવાને કોલ કર્યો. જ્યારે પેરામેડિક્સ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો ત્યારે મહિલા શ્વાસ લઈ રહી હતી. પેરામેડિક્સના સ્ટાફે જોયુ કે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેમણે પુષ્ટિ કરી કે તેને હાર્ટ એટેક આવ્યો છે.

મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે રસ્તામાં જ તેનું મોત થયું. પતિનો દાવો છે કે એમ્બ્યુલન્સ આવવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો અને આ કારણે તેની પત્નીનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, કટોકટી સેવાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રથમ એમ્બ્યુલન્સ રદ કરવામાં આવી હતી અને બીજી એક 21 મિનિટની અંદર આવી ગઈ હતી.

મૃત્યુ પછી મહિલાના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે તેને બ્રોન્કાઇટિસ નામનો રોગ છે. પોલીસે જણાવ્યું કે, દુલ્હનના શરીર પર કોઈ પણ પ્રકારની હિંસાના નિશાન નથી. પોલીસ તેના મોતને અકસ્માત ગણાવી રહી છે. તે જ સમયે, પડોશીઓએ પોલીસને એમ પણ કહ્યું હતું કે તેઓએ મહિલાના મોત પહેલા કોઈ પણ પ્રકારનો ચીસો કે અવાજ સાંભળ્યો નથી. પતિ કહે છે કે તે વિશ્વાસ કરી શકતો નથી કે પત્ની આ રીતે છોડીને ચાલી જશે.

Leave a Reply

Your email address will not be published.