ચીનમાં અનેક મહિલાઓ પોતાના પતિને સીધા દોર કરવા અને બીજી કોઈ મહિલા પર ડાફેરિયા મારતા અટકાવવા નપુંસકતાની દવાઓ ખવડાવી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે. હવે એક નવો સર્વે સામે આવ્યો છે જેમાં પાર્ટનરને દગો આપવાના મામલામાં આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે.
કનેડાની એક મેરિડ ડેટિંગ સાઈટના સર્વેમાં આ ખુલાસો થયો હતો. અભ્યાસ પ્રમાણે, આયરલેંડમાં દર પાંચમાંથી એક લોકો પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. દગો આપવાના મામલામાં જર્મનીનું નામ બીજા નંબર પર આવે છે. અહીંના 13 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તે રોજ પોતાના લાઈફ પાર્ટનરને દગો આપે છે. આ ગ્લોબલ અભ્યાસમાં કોલંબિયા ત્રીજા નંબર પર છે, ફાંન્સ ચોથા અને UK પાંચમાં નંબર પર છે. આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના સર્વેમાં વધારે પડતા લોકોએ સ્વીકાર કર્યો છે કે તે પોતાના લાઈફ પાર્ટનરના અફેર્સ વિશે જાણતા હોવા છતા તેમને માફ કરી દેશે. અભ્યામાં દગાની જાણ થવા પર મહિલાઓની તુલનામાં પુરૂષોએ વધુ પ્રમાણમાં પોતાના પાર્ટનરને માફ કરી.
અભ્યાસના ડેટાના આધારે દગો મળ્યા પછી વધુ પડતી મહિલાઓ પોતાના પાર્ટનર પર પહેલાંની જેમ આંખ બંધ કરીને ભરોસો કરી શકતી નથી. 80 ટિકા પુરૂષ અને 85 ટકા મહિલાઓને તેમના પાર્ટનરે અફેર્સ માટે માફ કર્યા છે. સર્વેમાં એ પૂછવામાં આવ્યું હતું કે, શું તમે પાર્ટનરને તેના અફેર માટે માફ કરી દેશો તો 86 ટકા પુરૂષોએ ‘હા’માં જવાબ આપ્યો જ્યારે 82 ટકા મહિલાઓએ ‘ના’માં જવાબ આપ્યો. મહિલાઓ અને પુરૂષના વિચારોમાં રહેલા મતભેદ પર મનોવૈજ્ઞાનિકોની અલગ સલાહ છે.
સર્વેમાં સૌથી વધારે લોકોએ સ્વીકાર્યું હતું કે, તે એક મહિનામાં બે અલગ- અલગ લોકો સાથે સબંધ બાંધે છે. તો અમુક લોકોનું એવું પણ કહેવું હતું કે તેઓ પોતાના ગુપ્ત પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારનો યૌન સબંધ રાખતા નથી. આ ગ્લોબલ સ્ટડી ડેટિંગ સાઈટના 3000 સભ્યો પર કરવામાં આવી છે.