લગ્ન જીવનનો એક એવો પડાવ હોય છે જ્યાર બાદ વ્યક્તિના જીવનમાં ઘણો બધો ફેરફાર થતો હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં આ પડાવ અવશ્ય આવે છે, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દરેક છોકરી પોતાને સ્લિમ ફીટ રાખવા માંગતી હતી પોતાને અને તેના માટે તે ઘણી મહેનત પણ કરતી હતી પરંતુ સમય અનુસાર બધું ઘણું બદલાઈ જાય છે.
તમને જણાવી દઈએ કે ૮૦ ટકા મહિલાઓ લગ્ન બાદ પોતાના પર ધ્યાન નથી આપી શકતી, આ જ કારણ છે કે સામાન્યપણે સંભાળવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીઓના વજન વધવા લાગે છે.
તો આવો જાણીએ કે એવું કેમ થાય છે, કેટલાક લોકોનું માનવું છે કે તે શારીરિક પ્રક્રિયા હોય છે, તો કેટલાકનું માનવું હોય છે કે આ બધું બેદરકારીનું પરિણામ છે. આજે અમે તમને આ સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છીએ.
જાણો શું છે કારણ
રૂટીનમાં ફેરફાર: સૌથી વધારે ફેરફાર એ હોય છે કે જ્યારે વ્યક્તિ એકલો હોય છે તો પોતાને ફીટ રાખવા માટે ઘણો સમય નીકાળે છે તો લગ્ન બાદ બધું જ બદલાઈ જાય છે. પ્રાયોરીટી બદલાઈ જાય છે. લોકો એકસરસાઈઝ કરવા માટે સમય નથી કાઢી શકતા અને ફિઝીકલી તે એક્ટીવ થવા પર વજન વધી જાય છે.
વિચારોમાં ફેરફાર: લગ્ન પહેલા લોકો સારા દેખાવા માટે ડાયટ અને ફિટનેસનું પૂરું ધ્યાન રાખતા હોય છે. પરંતુ લગ્ન બાદ લાઈફસ્ટાઈલમાં ફેરફારમાં આ વસ્તુઓ પાછળ રહી જાય છે, જેનાથી વજન વધે છે.
પ્રવૃત્તિઓમાં ફેરફાર: લગ્ન બાદ મોટાભાગે પતિ પત્ની એકબીજા સાથે પ્રેમ ભરેલી પળોમાં એકબીજાની સાથે રહીને વિતાવવા માંગતા હોય છે, જે દરેક પણ સાથે સાથે રહે છે, ત્યાં સુધી કે ટીવી જોવા પર પણ એકબીજાની સાથે રહીને ખાતા રહેવાનું પસંદ કરે છે, જે મેદસ્વીતાનું કારણ બને છે.
લગ્ન બાદ છોકરીના જીવનમાં ઘણા ફેરફાર આવે છે. છોકરી પર ઘણી જવાબદારીઓ આવે છે જેનાથી સ્ટ્રેસ વધે છે. સ્ટ્રેસ વધવાથી ભૂખ પણ વધારે લાગે છે અને વજન વધે છે.
હોર્મોનલ ફેરફાર: જયારે છોકરી લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે તો તેનામાં ઘણા પ્રકારના ઈમોશનલ અને હોર્મોનલ ફેરફાર આવે છે. શારીરિક પરિવર્તન પણ શરીરમાં થવા લાગે છે અને લગ્નને ખુશહાલ બનાવવા માટે સેકસ્યુઅલ લાઈફમાં એક્ટીવ થવું પણ વજન વધવામાં જવાબદાર હોય છે.
આળસ: લગ્ન બાદ જોવામાં આવ્યું છે કે મહિલાઓમાં આળસ પણ ઘણી ઝડપથી વધવા લાગે છે. પોતાને ફીટ રાખવા માટે જે રસ લગ્ન પહેલા રાખતી હતી, તે લગ્ન બાદ બધું ભૂલી જાય છે.