Lunar Eclipse 2022: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 8 નવેમ્બરે થઈ રહ્યું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Last Lunar Eclipse of the year) છે. આ ચંદ્રગ્રહણ પૂર્ણ ગ્રહણ હશે એટલે આ દરમિયાન ગ્રહણ વખતે ચંદ્રમા પર મોટાભાગનો સમય પૃથ્વીની છાયા રહેશે. અહીં જણાવીશું કે, ચંદ્રગ્રહણ ક્યારે લાગશે? 8 નવેમ્બરે થનારા ચંદ્રગ્રહણનો સમય શું છે અને સૂતક કાળની અવધિ કેટલી છે?
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન ચંદ્રમા પર સંપૂર્ણપણે પૃથ્વીનો પડછાયો આવી જાય છે. ક્યારેક પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર એકદમ લાલ રંગનો હોય છે.
ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળનો સમય
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેના 9 કલાક પહેલા સૂતક કાળનો પ્રારંભ થાય છે. સૂતક કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે સૂતક કાળ ભારતમાં ગણાશે.
ચંદ્રગ્રહણનો સમય
ચંદ્રગ્રહણનો પ્રારંભ 3.46 કલાકે થશે જ્યારે તેની સમાપ્તિ 6.19 કલાકે થશે. ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે તેના ખાસ્સા સમય પહેલા જ ચંદ્ર ગ્રહણનો પ્રારંભ થઈ ચૂક્યો હશે.
આ રાશિઓ પર રહેશે શુભ પ્રભાવ
મિથુન, મકર અને કુંભ રાશિ પર ચંદ્રગ્રહણનો શુભ પ્રભાવ રહેવાનો છે.
આ રાશિઓ પર અશુભ પ્રભાવ
મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મીન રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણનો અશુભ પ્રભાવ રહી શકે છે.
સૂતક કાળમાં રાખો સાવધાની
સૂતક કાળ દરમિયાન ભોજન કરવું અને બનાવવું પણ નહીં. જોકે, બીમાર લોકો, ગર્ભવતી મહિલાઓ ભોજન કરી શકે છે. સૂતક કાળમાં ઘરના મંદિરમાં પણ પૂજાપાઠ ના કરવો. આ દરમિયાન મંદિર પર પડદો પાડીને રાખવો. ગર્ભવતી મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું. ગ્રહણ દરમિયાન વધેલા ભોજનમાં તુલસીનું પાન મૂકીને ઉપયોગ કરી શકાય.