કૃણાલ- હાર્દિક પંડ્યાને 100 રૂપિયાની શરત લગાવી પિતાએ બનાવ્યા ક્રિકેટર, જાણો પિતાની રસપ્રદ કહાની

BOLLYWOOD

હાર્દિક અને કૃણાલ પંડ્યાની (Hardik pandya & krunal pandya )સફળતા જોઈને પિતાએ પોતાના બાળકોને સફળ બનાવવામાં કેટલું મહત્ત્વનું યોગદાન આપ્યું છે તેનો અંદાજ લગાવી શકાય છે. આજે હાર્દિક પંડ્યા અને કૃણાલ ભારતના ટોપ ઓલરાઉન્ડરોમાં સામેલ છે. આ બંને ભાઈઓને મોટા ક્રિકેટર બનાવવા માટે તેના પિતા હિમાંશુ પંડ્યા જવાબદાર હતા, જેમનું શનિવારે અવસાન થયું હતું. હાર્ટ એટેક (Heart attack)આવતા હિમાંશુ પંડ્યાનું (Himanshu pandya)અવસાન થયું હતું.

હિમાંશુ પંડ્યા હવે નથી રહ્યા, પણ તે પોતાના જીવનનો સૌથી મોટો હેતુ પૂરો કરીને ગયા. હિમાંશુ પંડ્યાએ તેમના બંને પુત્રોને ક્રિકેટની તાલીમ અપાવી અને આ માટે તેણે ઘણા બલિદાન આપ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે હિમાંશુ પંડ્યાએ હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા માટે શહેર છોડી દીધું, સંબંધીઓના કટાક્ષ સહન કર્યા અને તેમની બેટિંગ પર તેમણે 100-100 રૂપિયાની શરત પણ લગાવી.

કૃણાલ અને હાર્દિક પંડ્યા સુરતથી વડોદરા કેવી રીતે પહોંચ્યા?
એક ખાનગી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે તેમને જમીનથી આકાશ સુધી પહોંચવાની સફર ખૂબ જ મુશ્કેલ હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમે સુરતમાં રહેતા હતા અને તે દરમિયાન કૃણાલ માત્ર 6 વર્ષનો હતો. હું તેમને ઘરની અંદર બોલિંગ કરાવતો હતો અને તેઓ મોટા શોટ રમતા હતા. તેની બેટિંગ જોઈને મેં વિચાર્યું કે તે એક સારો ક્રિકેટર બની શકે છે. ત્યારબાદ હું તેને સુરતની રાંદેર જીમખાનામાં પ્રેક્ટિસ કરવા લઇ ગયો હતો, જ્યાં પૂર્વ વિકેટકીપર કિરણ મોરેના મેનેજર તેમને મેચ દરમિયાન બેટિંગ કરતા જોયા હતા. આ પછી, મોરેના મેનેજરે અમને વડોદરા આવવાનું કહ્યું અને હું કૃણાલને 15 દિવસ પછી વડોદરા લઈ ગયો, જ્યાં તેની પ્રેક્ટિસ શરૂ થઈ.

હિમાંશુ પંડ્યા તેમના પુત્ર કૃણાલને વડોદરામાં મેચ રમવા લઇ જતા હતા. જે દરરોજ 50 કિ.મી. બાઇક ચલાવતા હતા અને ગ્રાઉન્ડ પર દીકરાને મુકતા હતા એટલું જ નહીં હિમાંશુ પંડ્યા કોલેજના છોકરાઓથી 100-100 રૂપિયાની શરત લગાવતા હતા, હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે હુ કોલેજના છોકરાઓને કહેતો હતો કે જે મારા દીકરાને આઉટ કરશે તેમને હું 100 રૂપિયા આપીશ પરંતુ દોઢ-બે કલાક સુધી બેટિંગ કરવા છતા કોઇ આઉટ કરી શકતું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *