કોને પુછીને પિયર ગઈ હતી? કહીને સસરા,પતિએ પરિણીતાને માર માર્યો, સભ્ય સમાજ માટે આંખ ઉઘાડનારી ઘટના

GUJARAT

ભાવનગર શહેર અને જિલ્લામાં નજીવી તકરારમાં મારામારીના ત્રણ બનાવ નોંધાયા હતા. જેમાં બે મહિલા સહિત ત્રણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી.

મારામારીના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના દેસાઈનગર વિસ્તારમાં સાસરૃં ધરાવતા સોનલબા રાજેન્દ્રસિંહ સરવૈયા ગત રવિવારના રોજ નજીકમાં આવેલ ગણેશનગર ખાતે પિયરે ગયા હતા. ત્યારે સસરાએ ફોન કરી ઘરે આવી જવા કહ્યું હતું.પરિણીતા સાસરે પરત આવતાં સસરા ઘનશ્યામસિંહ સરવૈયાએ કોને પુછીને ગઈ હતી તેમ કહી ગાળો આપી લાકડી વતી માર માર્યો હતો તો, પતિ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ સરવૈયાએ તલવાર વડે સાથળના ભાગે ઇજા કર્યાની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તો, ઘોઘાના લાખણકા(ડેમ) ગામે રહેતા સંજયગીરી હરીગીરી ગૌસ્વામીની દિકરી ગામમાં જ આવેલ ગોવિંદ લખમણ રબારીની દુકાને સાબુ લેવા મોકલતા વધેલા પૈસા ન આપવા બાબતે તેમણે પૂછપરછ કરી હતી. જેની દાઝ રાખી ઉક્ત શખસ ઉપરાંત, જિજ્ઞોષ ગોવિંદ, ભગવાન ગોવિંદ, લાલા સુખા, રાણા સુખા, પોપટ ભોળા, વરસા ભોળા તથા ર્હાિદક મકાએ સંજયગીરીના ઘરે જઇ ઘારિયા, ધોકા સહિતા હથિયારો વડે હુમલો કર્યો હતો.

તો, તેમના ભાઈ અને બાને પણ માર મારી ઈજા કરી ગાળો આપી ધમકી આપ્યાની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, પાલિતાણાના માંડવડા ગામે રહેતા જાગૃતિબેન જેસુભાઈ ચૌહાણે પાલિતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દાદાની દિકરી દિકુબેન ઘરે આવતા તેમના મોટા દાદાની દિકરી મનિષાબેન મથુરભાઈને સારૃં નહીં લાગતા તેણે દિકુબેનને પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યો હતો.

જેને રોકતાં ઉક્ત મહિલા ઉપરાંત તેના ભાઈ અમિત મથુર અને રોહિત મથુર અને રસીક મથુરે જાગૃતિબેનને માથામાં પાઈપ મારી ઢીંકાપાટુનો માર મારી ગાળ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પાલિતાણા રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published.