કોણ છે આ રીક્ષા ચાલક? કોરોના મહામારીમાં શરૂ કર્યો વિશેષ સેવાયજ્ઞ, જાણો અનોખી અને પ્રેરણાદાયી સ્ટોરી

GUJARAT

હાલ સો કોઈ લોકો કોરોના મહામારીમાં ભારે હેરાનગતિ અને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે ગરીબ વર્ગના લોકોને તકલીફના પડે અને મદદ મળે તે માટે ઉપલેટા શહેરના એક ગરીબ પરિવારમાંથી આવતા મુસ્લિમ રીક્ષા ચાલકે ગરીબ દર્દીઓ માટે એક અનોખો અને પ્રેરણાદાયી સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા ગફારઅલી સુમરા કે જેઓ રીક્ષા ચલાવી અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાત હેમ-ખેમ ચલાવે છે. હાલ સો કોઈ લોકો આર્થિક ભીષણ ભોગવી રહ્યા છે અને કોરોના વાયરસની મહામારીના કારણે અનેકો લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવા કપરા સમયમાં પણ મદદ માટે આજે પણ માનવતા જીવ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ઉપલેટા શહેરમાં જોવા મળે છે.

કહેવાય છે કે મદદ કરવા માટે માત્ર ધન હોવું જરૂરી નથી. પરંતુ વિશાળ મન પણ હોવું હોઈએ. ત્યારે આવા જ એક વિશાળ મન ધરાવતા ઉપલેટા શહેરના ગફારઅલી સુમરાએ ગરીબ દર્દીઓને આવી મહામારીમાં આર્થીક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે અને સમયસર ગરીબ દર્દીઓ દવાખાને પહોંચી શકે તેવા નેક ઈરાદાથી પોતે 24 કલાક ગરીબ દર્દીઓ માટે ફ્રી રીક્ષા સેવા આપવા તૈયાર રહે છે.

તેમનું કહેવું છે કે હાલ સો કોઈ આ મહામારીમાં મુસીબત ભોગવે છે, ત્યારે સામાન્ય અને ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને તત્કાલિક સારવાર માટે વાહનો અથવા એમ્બ્યુલન્સ ભાડે કરવાની જેવી સગવડો ગોતવી પડે છે. દર્દીને સારવાર અર્થે ખસેડવા પડે છે, ત્યારે તેમને ગરીબ દર્દીઓ માટે પોતાની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ કોઈનો જીવ બચે અને યોગ્ય અને સમયસર સારવાર લઇ શકે તે માટે 24 કલાક રિક્ષા સેવા આપે છે. આ પરથી કહી શકાય કે માનવતા આજે પણ જીવે છે તે સાબિત કરી અને ઉપલેટા શહેરના લોકોનું ગૌરવ વધે તેવી ઉમદા કામગીરી કરી છે.

આવા લોકોને અમે પણ સલામ કરી અને કોરોના વોરીયર્સ તરીકે બિરદાવીએ છીએ અને તેમની પ્રેરણાદાઈ કામગીરીને સલામ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.