કોડીનારમાં સંતાનપ્રાપ્તિ માટે ગયેલી પરિણીતા પર ડૉક્ટરે દાનત બગાડી

GUJARAT

કોડીનારની પરિણીતાને લગ્નના 3 વર્ષ વીતવા છતાં બાળક ના થતાં તેણીએ શહેરના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. જ્યાં આ આયુર્વેદિક વૈદે મહિલા સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંના છારા ગામે રહેતી પરિણીતાએ સંતાનસુખ માટે અનેક ડોક્ટરોને બતાવ્યું હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નહતુ. આખરે પરિણીતાની સાસુએ કોડીનારના આયુર્વેદિક ડોક્ટર હરી સોલંકીના ત્યાં નિદાન માટે જવાની સલાહ આપી હતી. આથી 18 દિવસ પહેલા પરિણીતા અને તેની સાસુ આ ડૉક્ટર પાસે ગયા હતા. જ્યાં વૈદે મહિલાને તપાસીને 10 દિવસની દવા લખી આપી હતી.

આ દવા પૂરી થતાં પરિણીતા પોતાની સાસુ સાથે ફરીથી નિદાન માટે જતાં ડોક્ટરે પરણિતાને તપાસીને કહ્યું કે, તમારી ઉપર કોઈકે ટૂચકો કર્યો હોવાથી તમારે બાળક નથી થતું. આથી 8 દિવસ બાદ પાનેતર, લીંબુ સહિત અન્ય વસ્તુઓ લઈને આવશો, તો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

ગઈકાલે પરણિતા અને તેની સાસુ વૈદે જણાવ્યા મુજબની વસ્તુઓ લઈને નિદાન માટે પહોંચ્યા હતા. જ્યાં ડૉક્ટરે પરિણીતાની સાસુને બહાર બેસાડી રાખીને પરિણીતાને અંદર રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરે પરિણીતાને કપડા કાઢીને પાનેતર પહેરી લો મારે વિધિ કરવી પડશે તેવું કહ્યું હતું. પરિણીતાએ પણ ડૉક્ટરના કહ્યા મુજબ કરતાં ડૉક્ટરે તેની કમર પર દોરો બાંધીને કોઈ વિધિ કરી પરિણીતાને કેટલાક પડીકા આપી તેને નદીમાં પધરાવી આવવા જણાવ્યું. જે બાદ પરિણીતાના કપડા કઢાવીને ડૉક્ટરે ખુદ પોતાના કપડા પર ઉતારી દીધા હતા અને પરિણીતાની મરજી વિરુદ્ધ પરાણે શરીર સબંધ બાંધ્યા હતા.

આ મામલે પીડિત મહિલાએ પરિવારજનોને ફોન કરીને દવાખાને બોલાવીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જે બાદ પીડિત મહિલાએ કોડીનાર પોલીસ સ્ટેશને પહોંચીને આયુર્વેદિક ડૉક્ટર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *