જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ હોય છે. રાશિના આધારે ભવિષ્ય અંગે જાણી શકાય છે. જાતકનો સ્વભાવ, કામ-ધંધો, નોકરી, દામ્પત્યજીવનનું સુખ પિતા-પુત્રના સંબંધો, સમાજમા માન સન્માન, પ્રતિષ્ઠા ગમા અણગમા અંગે વિસ્તારથી જાણી શકાય છે. દરેક રાશિનો એક સ્વામી ગ્રહ હોય છે. આ ગ્રહનો પ્રભાવ એ રાશિના જાતકો પર પડે છે. આજે આપણે મંગળના આધિપત્ય ધરાવતી રાશિ અંગે વિસ્તારથી વાત કરીશુ.
મેષ રાશિ
આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકો ઉર્જાથી ભરેલા હોય છે. આ રાશિના જાતકો પર ગમે તેટલી મુશ્કેલી આવે ત્યારે પણ તેઓ સરળતાથી તેનો રસ્તો કરી લેતા હોય છે. આ રાશિના જાતકો ખુબજ મહેનતુ હોય છે. મંગળનો પ્રભાવ હોવાના કારણે કિસ્મત તેમના પર મહેરબાન રહે છે એક વખત જે કામ હાથમાં લે છે તે પૂર્ણ કરીને જ જંપે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો ખુબજ ભાગ્યશાળી હોય છે. અશક્ય લાગતુ કામ પણ સરળતાથી કરી લેતા હોય છે. પરિસ્થિતિમાં કેવી રીતે રસ્તો કાઢવો તે સારી રીતે જાણતા હોય છે. સમય ગમે તેવો કઠીન હોય આ રાશિના જાતકો રસ્તો કરી લેવામા માનતા હોય છે. આમતો જે કામ હાથમાં લે તે સરળતાથી થઇ જતુ હોય છે આછી તેમને વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી.
મકર રાશિ
મંગળના પ્રભાવથી આ રાશિના જાતકોમાં ઠાંસી ઠાંસીને ધીરજ ભરેલી હોય છે. તેઓ પોતાની ભાવનાને સારી રીતે વ્યક્ત કરી શકતા હોય છે. ભાવનાઓને કાબુ રાખતા તેમને સારી રીતે આવડતુ હોય છે. આ રાશિના જાતકો ખુબજ કિસ્મતવાળા હોય છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો હંમેશા બીજાનું ભલુ કરવામાં માનતા હોય છે. બીજાના હિતમાં જ વિચારતા હોય છે. તેમનો સ્વભાવ તેમનુ જમા પાસુ છે. મંગળ દેવની કૃપાના કારણે આ રાશિના જાતકો ખુબ આગળ વધે છે.