ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જ્યાં પણ જાય છે પોતાનું ટૉયલેટ સાથે લઈને જાય છે. ઉત્તર કોરિયાઈ ગાર્ડ કમાન્ડના એક પૂર્વ કર્મચારીએ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું કે તાનાશાહ દર જગ્યાએ પોતાનું ટૉયલેટ સાથે લઈને જાય છે પછી તે વિદેશયાત્રા પણ કેમ ન હોય. કિમ નથી ઈચ્છતા કે તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી કોઈને પણ ધ્યાન આવે આ કારણે તેઓ આવું કરે છે. જો તેઓ અન્ય કોઈનું ટૉયલેટ યૂઝ કરે છે તો શક્ય છે કે તેમની સ્વાસ્થ્યની જાણકારી લીક થાય.
Stoolsથી ખૂલી શકે છે અનેક રહસ્યો
મળતી માહિતી અનુસાર Kim Jong-un ના પોર્ટેબલ ટૉયલેટ હંમેશા તેની સાથે રહે છે, કોઈ વ્યક્તિના મળથી તેના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકાય છે એવામાં તાનાશાહ અન્ય કોઈ ટૉયલેટ નો ઉપયોગ કરે તે તે શક્યતા વધી જાય છે. આ માટે તેઓ ફક્ત પોતાનું ટૉયલેટ જ ઉપયોગમાં લે છે. કહેવાય છે કે ભૂલથી પણ કોઈ કિમનું ટોયલેટ યૂઝ કરે છે તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
Kim ને સતાવી રહ્યો છે આ વાતનો ડર
ઉત્તર કોરિયાના તાનાશાહના તમામ વાહનોને તેની જરૂરના અનુસાર ખાસ રીતે ડિઝાઈન કરી છે. પણ આજકાલ તેઓ તેમની હાઈટેક કારથી સફર કરે છે. કિમની બુલેટપ્રૂફ મર્સિડિઝ બેંઝને તેના ટૉયલેટના ઉપયોગને જોતાં અનુકૂળ બનાવાય છે. અફવા છે કે કિમ જોંગ ઉનને ડર છે કે દુશ્મન તેના મળથી તેની હેલ્થની સાથે મહત્ત્વની જાણકારી લઈ શકે છે આ માટે તેઓ ટૉયલેટને નિયમિત રીતે બચે છે.
હેલ્થને લઈને થતા રહે છે અંદાજ
તાનાશાહની હેલ્થને લઈને વચ્ચે વચ્ચે અનેક પ્રકારની ખબરો આવતા રહે છે. થોડા સમય પહેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે કિમ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અને આ કારણે તેમનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. સાચું શું છે તેનો કોઈને ખ્યાલ આવી રહ્યો નથી કેમકે ઉત્તર કોરિયાથી ખાસ જાણકારી આવવી મુશ્કેલ છે. એવામાં કિમના મળથી તપાસથી તેની હેલ્થને વિશે અનેક ખુલાસા થઈ શકે છે. પણ શું તેઓ ખરેખર બીમાર છે કે વધારે દિવસો સુધી સત્તા સંભાળી શકવાની સ્થિતિમાં નથી. આ માટે તાનાશાહ પોર્ટેબલ ટૉયલેટનો ઉપયોગ કરે છે.