કિડનીમાં પથરીની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે આંબળાના ઠળિયા, આ રીતે કરો ઉપયોગ

GUJARAT

આંબળામાં (Amla)વિટામીન-સી, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ તેમજ ઔષધીય ગુણ હોય છે તેને કાચા, મુરબ્બો, અથાણું, જ્યુસ તરીકે સેવન કરી શકાય છે. તેનાથી રોગપ્રતિકારક (Immunity) શક્તિ મજબૂત થવાની સાથે બીમારીઓથી (Disease)બચાવ રહે છે. વાત તેના ઠળિયાની કરીએ તો ખાસ કરીને લોકો તેને ફેંકી દે છે. પરંતુ ખરેખર, આંબળાના બીજમાં પણ ઔષધીય ગુણ રહેલા છે. એવામાં તેને ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તેમજ સ્કિનથી જોડાયેલી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે તો ચાલો જાણીએ આંબળાના ઠળિયાથી (Amla Seeds)કયા ફાયદાઓ મળે છે.

કિડની સ્ટોનમાં અસરકારક

એક સંશોધન મુજબ કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ આમળાના ઠળિયાનો તૈયાર પાવડર લેવો જોઈએ. આ કિડનીના સ્ટોનની સમસ્યા દૂર થવાની સાથે યુરીનેશનમાં પથરીના કારણે થનારી બળતરા ઓછી કરવામાં મદદ મળે ચે. આ માટે આમળાનાં ઠળિયા પીસી લો. દરરોજ 1 ગ્લાસ પાણી સાથે 1 ચમચી પાવડર પીવો. જો તમે આ પાઉડર બનાવી શકતા નથી, તો રોજ તેને કાચા અથવા જ્યુસના રૂપમાં લો.

તાવમાં ફાયદાકારક

ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ આમળા રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગોથી બચવા માટે કાર્ય કરે છે. આ સ્થિતિમાં તેના ઠળિયાથી તૈયાર કરેલા પાવડરનું સેવન કરવાથી તાવ, ખાંસી અને શરદી વગેરે મટે છે. ઉપરાંત, ફેફસાં સાફ થાય છે. આ રીતે, શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

નાકમાંથી લોહી નીકળવું

શરીરની અંદર વધતી ગરમીને લીધે નાકમાંથી લોહી નીકળે છે. આને કારણે વ્યક્તિને નાકમાંથી લોહી નીકળવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આંબળાના ઠળિયાને ઘીમાં ફ્રાય કરી લો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીને ગ્રાઇન્ડરમાં પીસી લો. તૈયાર પેસ્ટ કપાળ પર લગાવો. જેનાથી તમને ફાયદો થશે.

સફેદ પાણીની સમસ્યાથી છૂટકારો મેળવો

ઘણી છોકરીઓને લ્યુકોરિયાની એટલે કે સફેદ પાણીની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં બે વાર આંબળાના પાવડરનું ચૂર્ણ ખાવાથી આ સમસ્યા મટે છે. આ સિવાય 3 આંબળાના બીજમાં 6 ગ્રામ પાણી ઉમેરીને મિશ્રણમાં પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને 1 ગ્લાસ પાણીમાં ભળી દો. મિશ્રણને ગાળી લો અને જરૂર મુજબ 1 ટીસ્પૂન મધ અને સાકર ઉમેરો. દિવસમાં 1 વખત તૈયાર કરેલું પાણી પીવો. તેનાથી જલ્દીથી વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાથી છૂટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *