મકર રાશિના જાતકો ખુબજ મહત્વકાંક્ષા ધરાવતા હોય છે. તેઓ શારીરિક તાકાત કરતા વધારે માનસિક તાકાત પર જોર આપવામાં માને છે. મકર રાશિના જાતકો પર શનિ દેવનો પ્રભાવ જોવા મળે છે. મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે. જે સમાજમાં માન-સન્માન અને સફળતા પ્રાપ્ત કરાવે આઓ જાણીએ બીજી કઈ કઈ ખુબી હોય આ રાશિના જાતકોમાં.
મકર રાશિના જાતકો શરીરિક રૂપથી ભલે દુબળા પાતળા હોય પણ તેમનું માનસિક બળ ખુબજ મજપુત હોય છે. માથાનો ભાગ ચપટો હોય છે. સંયમ અને ધૈર્ય તેમની મોટી તાકાત હોય છે.
મકર રાશિના જાતકનો સ્વભાવ શનિ ગ્રહ જેવો હોય છે. આ રાશિના જાતકો ન્યાયપ્રિય, સુસ્ત હોય છે. જે વિષય પર ધારે ઉંડી છાપ પાડે. વૈજ્ઞાનિક, દાર્શનિક, બુદ્ધિમાન વ્યક્તિ હોય. ધન અને વેપારના મામલે ખુબજ સાવધાની રાખે, જવાબદારી હંમેશા નિભાવે.
આ રાશિના જાતકો ખુબજ ધીમા હોય છે. સ્વાર્થ પ્રકૃતિના કારણે બહુ ઓછી મદદ કરે. આ રાશિના જાતકો જેને પણ જુએ શંકાની નજરે જુએ કોઈ પર જલ્દીથી વિશ્વાસ ન કરે. સરળતાથી કોઈ સાથે હળે ભળે નહી. શારીરિક શ્રમથી તો દૂર જ રહે. મહત્વકાંક્ષી હોવાના કારણે કામને જ મહત્વ આપે.
આ રાશિના જાતકો પ્રબંધક, વીમા વિભાગ, વિજળી કમીશન, ઠેકેદારી, સટ્ટા, રેડીમેડ કાપડ, રાજનૈતિક ક્ષેત્રે નામના કમાઇ શકે. સફળતાના શિખરો સડસડાટ ચડે.
આ રાશિના જાતકોને આંખોની બીમારી, શ્વાસની તકલીફ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ રહે છે. ચામડીના રોગ, શરદી ખાસી જેવી સમસ્યા કાયમી રહે. આ રાશિના જાતકોએ વાહન ચલાવતા ખાસ સાવધાની રાખવી કેમકે દુર્ઘટનાથી હાડકા તુટવાનો સૌથી વધારે ખતરો રહેલો છે.