ખરેખર ‘ધોની તો ધોની છે’, CSKના દરેક ખેલાડીને ઘરે મોકલ્યા બાદ જ છોડશે હોટલ

Uncategorized

કોરોના વાયરસના વધતા કેસોને જોતા બીસીસીઆઈએ આઈપીએલ 2021ને અનિશ્ચિતકાળ માટે ટાળી દીધી છે. હવે ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરવા લાગ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સાથી ખેલાડીઓની સામે મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. ધોનીએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તે સીએસકેના તમામ ખેલાડીઓને તેમના ઘર માટે રવાના ના કરી દે ત્યાં સુધી તે હોટલ નહીં છોડે. મતલબ સ્પષ્ટ છે કે તે હોટલ છોડનારો અંતિમ ખેલાડી હશે.

સીએસકે ટીમમાં ફાફ ડુ પ્લેસિસ, ડ્વેન બ્રાવો અને સૈમ કરન જેવા ખેલાડીઓ સામેલ છે. માહીનું કહેવું છે કે સૌથી પહેલા વિદેશી ખેલાડીઓને તેમના ઘરે મોકલવાની પ્રાથમિકતા છે. ત્યારબાદ ભારતીય ખેલાડીઓને ઘરે મોકલશે. 39 વર્ષિય ધોની અત્યારે દિલ્હીની હોટલમાં ટીમની સાથે છે. સીએસકે ટીમના એક સભ્યએ કહ્યું કે, “માહી ભાઈએ કહ્યું છે કે તેઓ હોટલ છોડનારા છેલ્લા વ્યક્તિ હશે. તેઓ વિદેશી ખેલાડીઓને પહેલા ઘરે પહોંચાડવા ઇચ્છે છે, ત્યારબાદ ભારતીય ખેલાડીઓને. તેઓ અંતિમ ફ્લાઇટ લેશે જ્યારે તમામ પોતાના ઘરે સુરક્ષિત પહોંચી જશે.”

સીએસકેએ 10 સીટવાળા ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી જેનાથી ખેલાડીઓને દિલ્હીથી રાજકોટ અને મુંબઈ શિફ્ટ કરી શકાય. અન્ય ચાર્ટર્ડ વિમાનથી ખેલાડીઓને ચેન્નાઈથી બેંગ્લોર મોકલાયા. ધોની આજે રાંચી માટે રવાના થશે. ઇંગ્લેન્ડના 8 ખેલાડીઓ બ્રિટન પહોંચી ચુક્યા છે. આ તમામ ખેલાડીઓ 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેશે. ત્યારબાદ તેઓ પોતાની ફેમિલીને મળી શકશે.

Leave a Reply

Your email address will not be published.