કેતુની બદલાશે ચાલ, આ રાશિના જીવનમાં આવશે ફેરફાર

DHARMIK

જ્યોતિષના આધારે ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક વ્યક્તિ પર થાય છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 12 રાશિ પર પ્રભાવ પડે છે. કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. કેતુ આગામી 12 એપ્રિલે રાશિ પરિવર્તન કરવાનો છે. કેતુ કુંડળીના જે સ્થાન પર ગોચર કરે છે તેના અનુસાર ફળ આપે છે. કેતુનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખાસ રહે છે. તો જાણો કેતુના ગોચરનો મેષ રાશિ પર કેવો પ્રભાવ રહેશે.

જીવનમાં આવશે આ ફેરફાર

કેતુ આ સમયે મેષ રાશિમાં આયુ એટલે કે ઉંમરના ભાવમાં ગોચર કરી રહ્યો છે. કેતુના ગોચરથી મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય કેતુના ગોચરના સમયમાં કેટલીક અન્ય પરેશાનીનો સામનો કરવો પડશે. કેતુ ગોચરના સમયે કાર્યશૈલીમાં ફેરફાર લાવશે. મહેનતના અનુરૂપ સફળતા ન મળે તે પણ શક્ય છે. નોકરીમાં થોડા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
રાખો આ વાતનું ધ્યાન

કેતુના ગોચરના સમયે મેષ રાશિના લોકો ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખે તે જરૂરી છે. કોઈ વાતને લઈને સાસરી વાળાની સાથે મનભેદ થઈ શકે છે. લાઈફ પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખવાનું રહેશે. જો હેલ્થ સંબંધિત કોઈ મુશ્કેલી પહેલાથી છે તો ડોક્ટરની સલાહ અચૂક લો.

કેવો છે કેતુનો સ્વભાવ

પ્રથમ ભાવમાં એટલે કે લગ્નમાં કેતુ હોય તો જાતક ચંચળ, ભીરું અને દુરાચારી હોય છે. તેની સાથે જ જો વૃશ્વિક રાશિમાં હોય તો સુખકારક, ધની અને પરિશ્રમી હોય છે. દ્વિતિય ભાવમાં હોય તો જાતક રાજભીરું અને વિરોધી રહે છે. તૃતીય ભાવમાં હોય તો જાતક ચંચળ, વાત રોગી અને વ્યર્થવાદી બને છે.

કોણ છે કેતુના દેવતા

શનિના દેવતા ભૈરવજી છે, રાહુની સરસ્વતીજી અને કેતુના દેવતા ભગવાન ગણેશજી છે. કેતુના વાહનની વાત કરીએ તો તે ગિધ હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.