કેરળમાં 42 વર્ષના માતા અને 24 વર્ષના દીકરાએ એક સાથે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી

GUJARAT

બાકી બધા સંબંધો કરતા માતા અને બાળકનો સંબંધ એકદમ નોખો અને ખાસ હોય છે. મા પોતાના બાળકની પ્રગતિ થાય તેના વિશે હંમેશા વિચાર કરતી રહેતી હોય છે પરંતુ અહીં તો દીકરાએ પણ પ્રગતિ કરવાની સાથે તેના માતાનો પણ ઉત્સાહ વધાર્યો છે. જો માતા અને દીકરો એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને બન્ને પાસ થઈ જાય તો? આ વાંચીને જરા અજુગતું લાગશે પણ કેરળમાં આવું બન્યું છે. જ્યાં 42 વર્ષના માતા અને 24 વર્ષના દીકરાએ PSC (Public Service Commission)ની પરીક્ષા સાથે પાસ કરી લીધી છે. હવે આ મા-દીકરાની તેમના વિસ્તારથી લઈને દેશભરમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ પરીક્ષા પાસ કરવા પાછળનું રહસ્ય પણ દીકરાએ જણાવ્યું છે.

આ ઘટના કેરળના મલપ્પુરમની છે કે જ્યાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા એક સાથે પાસ કરી છે. 42 વર્ષના માતા બિંદુ અને 24 વર્ષના દીકરા વિવેકે ઇતિહાસ રચી દીધો છે.

મા-દીકરાએ સાથે તૈયારી કરી અને બન્ને સફળ થયા
પોતાની સફળતા પર દીકરાએ કહ્યું, મારી સફળતાનું રહસ્ય મારા માતા છે, અમે બન્નેએ એક સાથે તૈયારી કરી છે. અમે બન્ને તૈયાર કરવા માટે સાથે ઈન્સ્ટિટ્યુટમાં જતા હતા. અમે બન્નેએ એક સાથે પરીક્ષા માટેની તૈયારી કરી હતી. જેનું પરિણામ એ આવ્યું કે અમે બન્નેએ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયા છે.

જ્યારે આ અંગે માતાએ કહ્યું કે વિવેક વિવેક પાસે ઘણું શીખવા મળ્યું છે. વિવેકે સિવાય હું મારી સફળતાનો શ્રેય મારા શિક્ષકને પણ આપવા માગું છું. અમારા શિક્ષકે અમને પ્રોત્સાહિત કરવા માટે ઘણી મહેનત કરી છે.

સોશિયલ મીડિયા પર આ ખબર પર યુઝર્સે ઘણી પ્રતિક્રિયા આપી છે અને તેમનું માનવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે આ મા-દીકરાની જોડીને યાદ રાખવી જોઈએ. ઘણાં યુઝર્સે લખ્યું છે કે આ ખબર ઘણી સારી છે, આમનાથી ઘણાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *