કેનેડા ઇલેક્શન: ગુજરાતી મહિલા અને MSUના પૂર્વ GSએ વિદેશી રાજકારણમાં ઝંપલાવ્યું, જાણો બન્ને ઉમેદવારો વિશે..

GUJARAT

કેનેડામાં આગામી સમયમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસ્કારી નગરીની મહિલા અને એમ.એસ.યુનિ.ના પૂર્વ GSએ સાંસદના ઉમેદવાર બન્યાં છે. બંને બરોડિયન કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. MSUના પૂર્વ GS નવલ બજાજ બ્રેમ્પ્ટન (E) બેઠક અને રિન્કુ શાહ હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠકના ઉમેદવાર છે.

કેનેડામાં 44મી સામાન્ય ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે. સામાન્ય રીતે દર ચાર વર્ષે યોજાતી ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. ચૂંટણીની તારીખો નજીકના દિવસોમાં જાહેર થાય તેવી અટકળો કેનેડામાં ચાલી રહી છે. વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત થઈ હતી. કેનેડાના વર્તમાન ચિત્ર મુજબ શાસક લિબરલ પાર્ટી પાસે કુલ 338 પૈકી 155 બેઠકો છે, જ્યારે વિપક્ષ કન્ઝર્વેટિવ પાસે 119 બેઠકો છે. કેનેડાનું ઑન્ટેરિયો હાલ કેન્દ્ર સ્થાને છે કારણકે બે બરોડિયને આવનાર સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વડોદરાથી સંકળાયેલા નવલ બજાજ અને રિન્કૂ શાહ કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા (CPC)માંથી ઉમેદવારી કરી રહયાં છે.

એમ.એસ.યુનિ.ના પૂર્વ જનરલ સેક્રેટરી નવલ બજાજે બ્રેમ્પ્ટન પૂર્વ બેઠક પરથી સાંસદની ચૂંટણીલડી રહયાં છે. નવલ બજાજ કેનેડિયન બિઝનેસમેન પણ છે અને તેમને વિવિધ એવોર્ડની સન્માનીત કરવામાં આવ્યાં છે. વર્ષ 2015માં નવલ બજાજ ચૂંટણીમાં હાર્યાં હતાં. બીજી તરફ, બરોડિયન રિન્કુ શાહ ઑન્ટેરિયોની હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠકના ઉમેદવાર છે. રિન્કુ શાહ સાંસદને પ્રથમ ગુજરાતી ઉમેદવાર છે. છેલ્લાં સાતેક વર્ષથી તેઓ કેનેડામાં રાજકારણ સાથે સંકળયેલાં છે. ભારતીય સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન મળે તે માટે હંમેશા તત્ત્પર રહે છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં કર્ન્ઝવેટિવ પાર્ટીના બંને બરોડિયન ઉમેદવારોએ ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યાં છે.

કોરોના કાળમાં અનેક લોકો સાથે ખડેપગે રહી

કેનેડામાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું. વિદેશી ધરતી પર કોરોના કાળમાં લોકોને તકલીફ પડે નહીં તેની વિશેષ તકેદારી રાખી છે. વિદ્યાર્થીઓ અને વૃદ્ધો સહિત અનેક લોકોને ખાવા-પીવાની ચીજ વસ્તુઓ, ઘરનો સામાન અને સેનિટાઇઝર વગેરેની સહાય કરી છે. ભારતમાં જે સમયે રોજના એક લાખ કોવિડ કેસો આવતા હતા ત્યારે પ્લેન ભાડે લઈ પ્રે ફોર ઇન્ડિયાના વિશાળ બેનેરથી જાગૃત્તિ ફેલાવી હતી. – રિન્કુ શાહ, ઉમેદવાર, HRBC, કેનેડા.

ભારત-કેનેડાના સંબંધો વધુ મજબુત થાય તે માટે સતત પ્રયત્નશીલ

MSUમાંથી BE, ME, બિઝેનસ અને લોનો અભ્યાસ કર્યો છે. 90ના દાયકામાં ય્જીની ચૂંટણી લડયો હતો. ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ તરીકે કામ કર્યું છે. ભારત-કેનેડાના સંબંધો વધુ મજબુત થાય તે માટે સતત પ્રયત્નશીલ છું. PM મોદી સાથે ગુજરાત અને કેનેડામાં મળવાનું થયું ત્યારે બંને દેશ વચ્ચે વેપારને વેગ આપવાના પ્રશ્ને ચર્ચા થઈ છે. 2015 બાદ ફરી પ્રતિનિધિત્ત્વ કરવાનો મોકો મળ્યો છે. – નવલ બજાજ, ઉમેદવાર, બ્રેમ્પ્ટન ઇસ્ટ, કેનેડા.

વડોદરાથી સગા-સંબંધીઓ અને મિત્રો પ્રચાર માટે કેનેડા જશેનવલ બજાજના યુનિ. કાળના મિત્રો અને રિન્કૂ શાહના સગા-સંબંધીઓ ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા આગામી સમયમાં વડોદરાથી કેનેડા જશે તેવું જાણવા મળ્યું છે. કેનેડામાં બંને બરોડિયન સાંસદ ચૂંટણી જીતે માટે વિદેશની ધરતી પર તેઓ એડી ચોટીનું જોર લગાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *