કથાકાર મોરારી બાપુ પોતાની 859મી રામકથા કયાં કરશે? 8મેના રોજ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધિ મંદિરમાં અનોખો પ્રસંગ

GUJARAT

કોરોના મહામારીનો કહેર હાલ ગુજરાતમાં ચારેબાજુથી વરસી રહ્યો છે. સરકાર અને તંત્ર કોરોનાની ચેઈન તોડવા માટે ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે જણાવી રહી છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 8મેથી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાંનિધ્યમાં કથાકાર મોરારીબાપુની રામકથા થશે.

પરંતુ મહત્વની વાત એવી છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાંનિધ્યમાં કથાકાર મોરારીબાપુની રામકથા યોજાશે ત્યારે કોરોનાની ગાઇડલાઇનના કારણે રામકથામાં શ્રોતાઓ નહીં હોય. સોમનાથ મંદિરના 11માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વયે વર્ષો બાદ સોમનાથમાં મોરારીબાપુની રામકથાનો પ્રસંગ આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરના પટાંગણમાં મોરારી બાપુની 859મી કથાનો પ્રારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ 16 મેના રોજ કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇનનું પૂર્ણ રૂપે પાલન કરવામાં આવશે અને જેને અનુરૂપે કથામાં શ્રોતાગણ ઉપસ્થિત નહીં રહી શકે.

અત્રે નોંધનીય છેકે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ડો.રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ હાલના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. જે આ કથા દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પણ ઉજવાશે.

Leave a Reply

Your email address will not be published.