નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દક્ષિણનો સુપરસ્ટાર નાગાર્જુન 60 વર્ષનો છે. 29 ઓગસ્ટ, 1959 ના રોજ મદ્રાસમાં (હાલના ચેન્નાઈમાં) જન્મેલા, નાગાર્જુન ફિલ્મોમાં એકશનની સાથે સાથે કમાણીની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. નાગાર્જુન પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, બીએમડબ્લ્યુ, રેંજ રોવર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓ ઉપરાંત હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં આશરે 40 કરોડની કિંમતનો બંગલો છે. નાગાર્જુનની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે લગભગ 936 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
નાગાર્જુન પ્રોડક્શન કંપની અન્નપૂર્ણા સ્ટુડિયોના માલિક છે.અન્નપૂર્ણા સ્ટુડિયો 7 એકરમાં ફેલાયેલો છે. નાગાર્જુન આ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. આ સિવાય નાગાર્જુન હૈદરાબાદના અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ મીડિયાના પ્રમુખ પણ છે. નાગાર્જુન NNN રિયાલિટી એન્ટરપ્રાઇઝના સ્થાપક ભાગીદાર પણ છે.
કમાણીના મુખ્ય સ્રોત.ટીવીના મોટા શેરહોલ્ડર, અન્નપૂર્ણા સ્ટુડિયો, એન-કન્વેન્શન સેન્ટર, ઈન્ડિયન બેડમિંટન લીગના સહ-માલિક અને ટીવી નિર્માતાના મુંબઈ માસ્ટર્સ. ધ નેટવર્થ પોર્ટલ અનુસાર, નાગાર્જુનની સંપત્તિ 130 મિલ્યન ડોલર (936 કરોડ રૂપિયા) છે. અભિનય ઉપરાંત નાગાર્જુનના ઘણા રેસ્ટોરન્ટ પણ છે જે ભારત અને ભારતની બહાર છે. તેની હૈદરાબાદમાં એન-ગ્રીલ નામની રેસ્ટોરન્ટ છે.
તેની પાસે એન-એશિયન નામની એક ચાઇનીઝ રેસ્ટોરન્ટ પણ છે. એન કન્વેન્શન સેન્ટર, જે કોર્પોરેટ ગૃહોમાં ઇવેન્ટ્સનું આયોજન કરે છે. નાગાર્જુન પાસે દુબઈમાં પણ એક સંપત્તિ હતી, પરંતુ 9/11 ના હુમલા પછી તેણે અહીંની મિલકત વેચી દીધી છે. નાગાર્જુનને ભારતની ટોપ -100 યાદીમાં 2012-13ના ફોર્બ્સની યાદીમાં 56 અને 61 માં સ્થાન મળ્યું છે.
નાગાર્જુન પાસે લક્ઝરી કારનો કાફલો છે .નાગાર્જુન લક્ઝરી કારનો શોખીન છે. તેના સંગ્રહમાં બેન્ટલી (5.50 કરોડ), રેન્જ રોવર વોગ (2.50 કરોડ), બીએમડબ્લ્યુ (2 કરોડ), પોર્શ (1.50 કરોડ) જેવી લક્ઝરી કાર શામેલ છે. આ સિવાય તેમની પાસે નિસાન જીટીઆર, મર્સિડીઝ બેન્ઝ જી 63, સ્કોડા સુપર્બ જેવા વાહનો પણ છે.
નાગાર્જુન અક્કીનેનીનો જન્મ 29 ઓગસ્ટ 1959 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા નાગેશ્વર રાવ અક્કીનેની પણ એક જાણીતા અભિનેતા હતા. નાગાર્જુને આમ તો બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત ફિલ્મ ‘Sudigundalu’ થી કરી હતી. ત્યારબાદ વર્ષ 1986 માં તેમણે તેલુગુ ફિલ્મ ‘વિક્રમ’ થી પોતાના અભિનયની શરુઆત કરી હતી. નાગાર્જુન માત્ર અભિનેતા જ ન હતા પરંતુ પ્રોડ્યુસર, ટીવી પ્રેઝેંટર અને બિઝનેસમેન પણ હતા.
લક્ષ્મી દ્ગ્ગુબાતી સાથે કર્યા હતા પહેલા લગ્ન, જેના પુત્ર છે નાગા ચૈતન્ય.નાગાર્જુને પોતાના પહેલા લગ્ન 1984 માં લક્ષ્મી દ્ગ્ગુબાતી સાથે કર્યા હતા. લક્ષ્મી ફિલ્મ મેકર ડી. રામાનાયડુની પુત્રી છે. લગ્નના બે વર્ષ પછી આ દંપત્તિના ઘરે દીકરાનો જન્મ થયો, જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગા ચૈતન્ય પણ સાઉથના જાણીતા અભિનેતા છે. નાગા ચૈતન્યના લગ્ન સાઉથની સુંદર અભિનેત્રી સામંથા અક્કીનેની સાથે થયા છે.
આમ તો, નાગાર્જુન અને લક્ષ્મીના સંબંધ વધુ સમય સુધી ટકી ન શક્યા અને લગ્નના છ વર્ષ પછી જ વર્ષ 1990 માં બંનેના છુટાછેડા થઇ ગયા. કહેવામાં આવે છે કે લગ્ન તુટવાનું મુખ્ય કારણ અભિનેત્રી અમલા મુખર્જીનું નાગાર્જુનના જીવનમાં આવવાનું હતું. 80 અને 90 ના દશકમાં નાગાર્જુન અને અમલા મુખર્જીની જોડી ફિલ્મી પડદા ઉપર ઘણી સુપરહિટ રહી. લાંબા સમય સુધી એક સાથે કામ કરવાથી નાગાર્જુન અમલા મુખર્જી સાથે પ્રેમ કરી બેઠા.
આવી રીતે થયો નાગાર્જુનને અમલા સાથે પ્રેમ.અમલા અક્કીનેનીએ એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. એક વખત અમલા શુટિંગ માટે સેટ ઉપર પોતાની વૈનીટી વૈનમાં બેઠી હતી. તે સમયે અમલાને સરપ્રાઈઝ આપવાની ગણતરીએ ત્યાં પહોચેલા નાગાર્જુને જોયું કે અમલા જોર જોરથી રડી રહી હતી.
નાગાર્જુને તરત તેને રડવાનું કારણ પૂછ્યું, તો અમલાએ જણાવ્યું કે ડાયરેક્ટરે તેને જે કપડા પહેરવા માટે કહ્યું છે, તે કપડા તે પહેરવા માંગતી ન હતી. તે વાત ઉપર નાગાર્જુને ફક્ત અમલાને જ સાંત્વના ન આપી, પરંતુ ડાયરેક્ટરને કહીને અભિનેત્રીના કપડા પણ બદલાવી દીધા. ત્યારથી અમલાના દિલમાં નાગાર્જુન પ્રત્યે પ્રેમ જાગૃત થયો, અને ધીમે ધીમે બંને એક બીજાની નજીક આવતા ગયા.
અમલા પ્રત્યે નાગાર્જુનનો પ્રેમ વધવાથી અભિનેતાની પહેલી પત્ની લક્ષ્મી સાથે ઝગડા થવાના શરુ થઇ ગયા, ત્યાર પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. તે વાત ઉપર નાગાર્જુને સ્પષ્ટ કહી દીધું હતું કે તે હવે અમલાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરશે. ત્યાર પછી નાગાર્જુન હંમેશા અમલાને મળતો રહ્યો. બંનેએ લગભગ 2 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા.
તે ઘટનાક્રમમાં એક ફિલ્મના શુટિંગ અંગે જયારે બંને અમેરિકાના પ્રવાસ ઉપર હતા, ત્યારે નાગાર્જુને અમલાને પ્રપોઝ કરી અને 1992માં ચેન્નઈમાં તેમણે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા. નાગાર્જુન-અમલાને એક સંતાન છે અને તેનું નામ અખિલ અક્કીનેની છે, જે અભિનેતા છે.