કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી ફરી સાથે મળી જોવા, ચાહકોમાં ખુશી

BOLLYWOOD

કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી 90ના દાયકાના સૌથી પ્રિય અને સફળ યુગલોમાંથી એક છે. જ્યારે પણ આ બંનેની એક સાથે કોઈ ફિલ્મ ટેલિવિઝન પર આવે છે. ત્યારે દર્શકો તેનો પૂરો આનંદ લે છે. કરિશ્મા અને ગોવિંદાએ સાથે ઘણી મોટી અને સફળ ફિલ્મો આપી છે. ત્યારે હવે ફરી એકવાર બંનેએ એક પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. બન્નેને સાથે જોઇને ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા.

કરિશ્મા અને ગોવિંદા એક એડમાં સાથે જોવા મળ્યા

ગોવિંદા અને કરિશ્મા કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક એડ શૂટમાં સાથે જોવા મળ્યા છે. કરિશ્માએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ફેન્સ ફરી એકવાર બંને વચ્ચેની શાનદાર કેમેસ્ટ્રી જોઈ રહ્યા છે. આ વીડિયોની શરૂઆતમાં કરિશ્મા તેના પલંગ પર સૂઈ રહી છે અને ત્યારે જ તેને ગોવિંદાનો ફોન આવે છે. ગોવિંદા કરિશ્માને કહે છે કે તેના કરતા પણ સારી જોડી લોન્ચ કરવામાં આવી છે. કરિશ્મા કપૂર આ સાંભળીને ચોંકી જાય છે. બંનેની જોડી વર્ષો પછી સ્ક્રીન સ્પેસ શેર કરતી જોઈને ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

લોલો-ચીચીને એકસાથે જોઈને ચાહકો ચોંકી ગયા

એડ શૂટમાં આ બંનેને સાથે જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. આ સાથે લોકોએ કરિશ્મા અને ગોવિંદાને દુનિયાનું શ્રેષ્ઠ જોડી ગણાવી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘ઓહ સહી હૈ..પ્લીઝ તમે બન્ને દર્શકો માટે વધુ સમય સાથે દેખાઓ. કોઈ ફિલ્મ કે કોઈ આઈટમ સોંગ સાથે કરો. બીજા યુઝર્સે લખ્યું ચીચી અને લોલોની જોડી નંબર વન છે. તો અન્ય યુઝરે લખ્યું આ બન્નેની જોડી આજના યંગ એકટરથી વધુ સારી લાગી રહી છે. વીડિયો પર સતત ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. થોડા સમય પહેલા કરિશ્મા દ્વારા શેર કરવામાં આવેલા આ વિડિયોને અત્યાર સુધી 78 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

કરિશ્મા અને ગોવિંદાએ મોટા પડદા પર ઘણી સુપરહિટ ફિલ્મો આપી

કરિશ્મા અને ગોવિંદાએ મોટા પડદા પર ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ બંનેએ હંમેશા પોતાની જોડીથી પોતાના ચાહકોનું દિલ જીત્યું છે. બંનેએ સાજન ચલે સસુરાલ, રાજા બાબુ, હસીના માન જાયેગી, પ્રેમ શક્તિ, શિકારી ઔર મુકબલા, કુલી નંબર વન, હીરો નંબર 1 સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હાલમાં જ બંનેની જોડી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના મંચ પર જોવા મળી હતી. જેના ઘણા પ્રોમો સોની ટીવી દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના મંચ પર બંનેએ સ્પર્ધકો સાથે હોળીની ઉજવણી કરી હતી અને સાથે સાથે ખૂબ જ મસ્તી પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *