કરીનાના બ્લાઉઝનો તુટ્યો બેલ્ટ, મલાઈકા માંડ માંડ બચી Oops મોમેન્ટનો શિકાર બનતા

BOLLYWOOD

મલાઈકા થોડા દિવસો પહેલા એક ઈવેન્ટ દરમિયાન તેની અપ્સ મોમેન્ટ્સનો સામનો કરવાથી બચી ગઈ હતી. જોકે દરેક જણ મલાઈકા જેટલા નસીબદાર નથી હોતા કે તેઓ જાહેર સ્થળ પર શરમિંદા થવાથી બચી શકે.. છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી અભિનેત્રીઓએ જાહેર સ્થળો પર શરમનો સામનો કર્યો છે. ક્યારેક રેમ્પે દગો આપ્યો તો ક્યારેક ડ્રેસે. ત્યારે આવો જાણીએ બોલિવુડ અભિનેત્રીઓની ઉપ્સ મોમેન્ટ વિશે..

દીપિકા પાદુકોણ

એક ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્યારે દીપિકા મેકઅપ વિના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી. ત્યારે તે કેમેરામાં કેદ થઈ ગઈ. હંમેશા ગ્લેમરસ દેખાતી દીપિકા પબ્લિક પ્લેસ પર મેકઅપ વગર જોવા મળતી હતી. જે ઘણા ચાહકોને પસંદ ન આવી.

દિશા પટણી

દિશા પટણી એક એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેનું તેને ત્યારે ભાન થયું જ્યારે દિશા ત્યાં જઈને બેઠી. દિશાના આ રિવિલિંગ ડ્રેસને લઈને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા.

કરીના કપૂર

બોલિવૂડની ગ્લેમર દિવા કરીના કપૂર ખાન પણ એક જાહેર કાર્યક્રમમાં અપ્સ મોમેન્ટનો શિકાર બની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સાડી પહેરીને કરીનાનો બ્લાઉઝની પટ્ટી તૂટી ગઈ હતી. ત્યારબાદ તેણે સેફ્ટી પિનની મદદથી પોતાનું કામ ચલાવવું પડ્યું હતું.

ગૌહર ખાન

ગૌહર ખાન જ્યારે એક રિયાલિટી શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચી ત્યારે અચાનક પબ્લિક સીટ પર બેઠેલા કોઈ વ્યક્તિએ આવીને તેને થપ્પડ મારી દીધી હતી. આ અકસ્માત બાદ ગૌહર ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. જો કે તેમાંથી બહાર નીકળવામાં તેને ઘણો સમય લાગ્યો.

યામી ગૌતમ

ઉરી ફિલ્મ રિલીઝ થયા બાદ યામી ગૌતમ એક ફેશન બ્રાન્ડ માટે રેમ્પ વોક કરી રહી હતી. પીચ કલરના નેટ ડ્રેસમાં ખૂબસૂરત દેખાતી તે અચાનક બેલેન્સ બગડવાને કારણે સ્ટેજ પર પડી ગઈ હતી. આ ઘટના બાદ યામીને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. જેનો તેણે ઈન્ટરવ્યુ દરમિયાન જડબાતોડ જવાબ આપ્યો હતો.

સોના મહાપાત્રા


સોના મહાપાત્રા તેના પર્ફોર્મન્સ દરમિયાન ચાહકોમાં એટલી ખોવાઈ ગઈ હતી કે તેણે હીલ પહેરીને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું આવી સ્થિતિમાં તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને સોના સ્ટેજ પર પડી ગઈ હતી.

પૂનમ ધિલ્લોન
પીઢ અભિનેત્રી પૂનમ ધિલ્લોન સાડી પહેરીને રેમ્પ પર વૉક કરી રહી હતી. અચાનક રેમ્પમાં પૂનમે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને પડી ગઈ હતી.જો કે ત્યારબાદ તરત જ પોતાની જાતને સંભાળીને પુનમ ફરી ચાલવા લાગી હતી. આ દરમિયાન પૂનમની સ્મિતએ સૌના દિલ જીતી લીધા હતા

Leave a Reply

Your email address will not be published.