કપિલ શર્મા ફરી એક ટ્વિટના કારણે આવ્યો ચર્ચામાં, ખર્ચવા પડ્યા રૂ.9 લાખ

GUJARAT

એ વ્યક્તિને કોણ નથી જાણતું કે જેના ટ્વીટથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો હંગામો મચ્યો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કોમેડિયન કપિલ શર્મા છે જેને કોમેડીના બાદશાહ કહેવામાં આવે છે. લોકોની જેમ કપિલ પણ તેના ટ્વીટ પરના વિવાદોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. નેટફ્લિક્સ પર ટૂંક જ સમયમાં આવનારા પોતાના સ્ટેન્ડ અપ સ્પેશિયલ શોની એક નાની ઝલક કપિલે શેર કરી છે, જે શો જોવાનો ઉત્સાહ વધારે છે.

કપિલે કહ્યું કે ‘હું 8-9 દિવસ ત્યાં રહ્યો..માલદીવ્સ પહોંચતાં જ મેં ત્યાના માણસને કહ્યું કે મને એક રૂમ આપો જ્યાં ઈન્ટરનેટ ન હોય. તેણે મને પૂછ્યું કે તમે લગ્ન કરીને આવ્યા છો? ત્યારે મેં કહ્યું કે હું ટ્વીટ કરીને આવ્યો છું.’ કપિલની આ વાત આખી ઘટના કહી જાય છે. આગળ કપિલે વધારે રમુજી પંચ લાઈન મારતા કહ્યું કે ‘હું ત્યાં રોકાયો મારો નવ લાખનો ખર્ચ થતો હતો. મેં મારા આખા જીવનમાં ભણવા માટે એટલો ખર્ચ કર્યો નથી જેટલો ખર્ચો એ એક લીટી લખીને મને થયો છે. ખરેખર હું ટ્વિટર પર કેસ કરવા માંગુ છું, કારણ કે ક્યારેક નેતા ટ્વિટ કરે છે, તો ટ્વિટર તેની નીચે ‘મેનીપ્યુલેટેડ ટ્વિટ’ લખે છે તેથી મારી ટ્વીટની નીચે પણ ‘ઈગ્નોર ડ્રંક ટ્વિટ’ લખો, જો આવું કર્યું હોત તો મારા પૈસા બચી ગયા હોત. અને મને આપણા દેશની આ સિસ્ટમ સમજાતી નથી જો મેં રાત્રે વાત કરી હોય તો મારી સાથે રાત્રે જ વાત કરી અને તે વાતને પૂરી કરો કારણ કે સવારે મારા વિચારો બદલાઈ જાય છે. આજે હું ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે તમામ ટ્વીટ્સ મારી ન હતી કેટલીક જેક ડેનિયલની હતી, કેટલીક જોની વોકરની હતી, જો કે કેટલીક મારી હતી, પણ તમે નાની બાબતો માટે કલાકારને બ્લેકલિસ્ટ કરી શકતા નથી, ખરું ને?’

શું હતું કપિલનું વિવાદાસ્પદ ટ્વિટ ?

સ્ટેન્ડ-અપ સ્પેશિયલમાં કપિલે ટ્વીટને લઈને પોતાની સ્પષ્ટતા પણ આપી છે અને પોતાનું દુઃખ પણ જણાવ્યું છે. યાદ કરો કે થોડા વર્ષો પહેલા કપિલે BMC મુંબઈ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો જેના પર રાજકીય હોબાળો થયો હતો. કપિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ટ્વીટ કર્યું જેમાં તેણે જણાવ્યું કે BMCએ ઓફિસ ખોલવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી છે. કપિલના કહેવા પ્રમાણે તેણે નશામાં આ ટ્વીટ કર્યું હતું. સમય વીતી ગયો કપિલના ટ્વીટનો મામલો પણ ઉકેલાઈ ગયો, પરંતુ આજે પણ કપિલની ખોદણી કરવા માટે લોકો તેના ટ્વીટનો ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published.