જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મીનું પૂજન કરવાથી તે પ્રસન્ન થાય છે પણ આ દિવસે વિષ્ણુની પૂજા કરવામાં આવે તો લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે લક્ષ્મીપતિ બનવા ઈચ્છતા હોય તો તેને જોડાયેલા આ ઉપાયો કરો…
1. શુક્રવારે દક્ષિણવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પર અભિષેક કરો. એનાથી ઝડપથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
2. આ દિવસે પીળા કપડામાં પાંચ પીળી કોડી અને થોડું કેસર એક ચાંદીનો સિક્કો સાથે બાંધીને પોતાની તિજોરીમાં રાખો. એનાથી કેટલાંક દિવસોમાં જ ઘરમાં ધન આવવું શરૂ થઈ જશે. જૂનું દેવું પણ ભરપાઈ થઈ જશે.
3. સાંજના સમયે ઘરમાં ઉત્તર પૂર્વ દિસામાં કે પૂજા સ્થાનમાં દીવો કરો.
4. શુક્રવારે સફેદ વસ્તુ કે ખીરનું દાન કરો. જો કોઈ અપંગ ભિખારી કે ગાયને ખવડાવાય તો સૌથી અધિક શુભ ફળ મળશે.
5. શુક્રવારે કોઈ 3 કુંવારી કન્યાને ઘરે બોલાવીને ખીર ખવડાવો અને તેમને દક્ષિણા આપો તેમજ પીળા વસ્ત્રનું દાન આપો.
6. શુક્રવારે શ્રીયંત્રના તે ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેક કરેલા જળને ઘરમાં તમામ દિશામાં છંટકાવ કરો. તે પછી શ્રીયંત્રને કમળના પોયણાં સાથે તિજોરીમાં મૂકી દો. ઝડપથી જ ઘરમાં ધનની આવક થવા લાગશે.