‘કાલે લગ્ન કરીશું..!’ કહી યુવકે સ્પામાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું

GUJARAT

RTO સર્કલ પાસે સ્પામાં કામ કરતી અને ઘાટલોડીયામાં રહેતી યુવતીને તેના લગ્ન જીવનમાં પતિ સાથે અણબનાવ બનતાં તલાક લઇ લીધા હતા. ત્યારે મુળ મુંબઇની યુવતી પોતાના બે બાળકોનુ ભરણ પોષણ કરવા માટે અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં સ્થાયી થઇને સ્પાના ધંધામાં જોડાઇ હતી. સ્પામાં કામ કરતી હતી તે વખતે હાર્દીક પટણી નામના યુવકે તેને હુંફ બતાવીને પ્રેમનુ નાટક કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહીને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આખરે લગ્ન ના કરતાં યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી સોલા પોલીસે આરોપી હાર્દિક ની ધરપકડ કરીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મુંબઇ અને હાલ ઘાટલોડીયામાં રહેતી ફાતિમા (નામ બદલ્યુ છે)ના લગ્ન તેના સમાજના એક યુવક સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન ફાતિમાએ બે સંતાનને જન્મ આપ્યો હતો. જો કે પતિ સાથે અણબનાવ બનતા તેણે તલાક લીધા હતા. જે બાદમાં બન્ને સંતાનોને ફાતિમા તેના માતા-પિતાના ઘરે મૂકીને અમદાવાદ નોકરી અર્થે આવી હતી.

અહીં ફાતિમા RTO સર્કલ પાસે એક સ્પામાં નોકરી મળી અને તે ભાડાના મકાનમાં ઘાટલોડીયા ખાતે રહેતી હતી. ફાતિમાના ત્યાં સ્પા કરાવવા હાર્દિક નામનો યુવક અવાર નવાર આવતો હતો. આ દરમ્યાન હાર્દિક સાથે ફાતિમાને સંપર્ક થયો અને બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. થોડા સમયમાં બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડયા હતા. હાર્દિક અને ફાતિમાએ લીવ ઇન રીલેશનશીપનો કરાર કરાવીને બન્ને જોડે રહેતા હતા.

જે બાદમાં હાર્દિકે લગ્ન કરવાની લાલચ આપીને ફાતિમા સાથે અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. જેથી ફાતિમા ઘાટલોડીયાથી ચાંદલોડીયા ખાતે ભાડાનું મકાન રાખીને રહેવા જતી રહી હતી. રવિવારે હાર્દિકે ફાતિમાને ફોન કરીને જોધપુર ચાર રસ્તા ખાતે મળવા બોલાવી હતી. જે બાદ હાર્દિકે ફાતિમાને મનાવીને ચાંદલોડીયા ખાતે તેના રૂમ પર ગયો હતો. થોડીવાર પછી પરત હાર્દિક તેના ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે સવારે હાર્દિકે ફાતિમાના રૂમ પર આવીને કહ્યુ કે, મારા ઘરવાળા આપણા લગ્ન નહીં કરાવે આપડે ઘરવાળાને કહ્યા વગર આવતી કાલે કોર્ટમાં લગ્ન કરી લઇશુ તેમ કહીને દુષ્કર્મ આચર્યુ હતુ.

સોમવારે પણ સવારે હાર્દિક ફરીથી ફાતિમાના રૂમે આવીને કહ્યુ કે, મારા માતા-પિતા મારા ડોક્યુમેન્ટ આપતા નથી હવે આપડે કાલે મંદિરમાં જઇને લગ્ન કરીશુ તેમ કહીને ફરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. સાંજના સમયે ફાતિમાએ હાર્દિકને ફોન કરીને પૂછયુ કે, હાર્દિક તારે લગ્ન કરવાના છે કે નહીં? જેથી હાર્દિકે કહ્યુ કે, આપણે કાલે લગ્ન કરી લઇશુ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. આથી ફાતિમાને મનમાં લાગી આવતા તેણે તાવ-શરદીની 20 ગોળીઓ પી અને હાથમાં પતરી વડે 7 થી 8 કાપા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.