શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. શ્રાવણ માસ એ આખો ભક્તિભાવથી ભરેલો માસ છે. આ મહિનામાં ભગવાન ભોળેનાથની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. વૃક્ષશાસ્ત્ર મુજબ શ્રાવણ માસમાં કઇ રાશિના જાતકોએ કયું ફૂલ ભગવાનને ચડાવવું જોઇએ તે વિશે આપણે વાત કરીએ
મેષ રાશિ
મેષ રાશિના કુંવારાં યુવાનો કે યુવતીઓ પોતાના સગપણ માટે મોગરાનું ફૂલ શ્રાવણ માસમાં દેવી પાર્વતીને ચડાવશે તો તેમની મનોકામના પૂર્ણ થશે.
વૃષભ રાશિ
પીળું ગલગોટાનું ફૂલ ગણેશજીને ચડાવવાથી વૃષભ રાશિના જાતકોના જીવનની પ્રગતિમાં ક્યારેય અડચણ ઊભી નહીં થાય.
મિથુન રાશિ
મિથુનના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય તો શ્રાવણ માસ દરમિયાન તેમણે દેવી લક્ષ્મીજીને લાલ જાસૂદનું ફૂલ ચડાવવું. લાલ જાસૂદનું ફૂલ ચડાવવાથી તેમની આર્થિક તંગી દૂર થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોનાં ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેમના કામ આડે અડચણો આવી જતી હોય છે.તેઓ રોજ ભોળેનાથને બીલીપત્ર ચડાવશે તો તેમનો સ્વભાવ શાંત રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને પણ મોટાભાગે એવું બનતું હોય છે કે તેઓ ગમેતેટલી મહેનત કરે તેમ છતાં તેમની મહેનતનું ફળ તેમને મળતું નથી. તેઓ જો શ્રાવણ માસમાં ભોળેનાથને ગુલાબનું ફૂલ ચડાવશે તો સમસ્યા દૂર થશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને ઘરકંકાસનો સામનો કરવો પડતો હોય છે. તેઓ વિષ્ણુ ભગવાનને કમળનું ફૂલ ચડાવશે તો ઘરકંકાસ દૂર થશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોને ભાઇ-ભાંડરાંના પ્રશ્નો રહ્યા કરે છે. તેઓ શ્રાવણ માસમાં ભોળેનાથને બીલી ચડાવશે તો આ તકલીફ દૂર થશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને સંતાનસંબંધી પ્રશ્નો પજવતા હોય છે. તેઓ શ્રાવણ માસમાં મોગરાનું ફૂલ ભોળેનાથને ચડાવશે તો સંતાન સંબંધિત સમસ્યા દૂર થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકોને નોકરી-ધંધા અંગે સમસ્યા સતાવ્યા કરતી હોય છે. તેઓ ભોળેનાથને ગલગોટાનાં ફૂલ ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.
મકર રાશિ
આ રાશિના જાતકોનું મન સ્વચ્છ હોય છે પણ તેમનો ગુસ્સો તેમના ઉપર હાવી થઇ જાય છે. તેઓ શ્રાવણ માસમાં ચમેલીના ફૂલ ગણેશજીને ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને સંબંધોમાં ઘણાં ઉતાર-ચડાવ સહન કરવા પડતા હોય છે. તેઓ કમળનું ફૂલ દેવી પાર્વતીને ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો કોઇ એક નિર્ણય ઉપર જલદી આવી નથી શકતા. તેમને હંમેશાં શંકા રહ્યાં કરતી હોય છે. જો તેઓ ભોળેનાથને ગુલાબનું ફૂલ શ્રાવણ માસમાં ચડાવશે તો આ સમસ્યા નહીં થાય.