દેવાધિદેવ ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના એ હિંદૂ સંસ્કૃતિના પાયામાં છે. તમામ દેવોમાં શિવ વિશેષ પૂજનિય અને કલ્યાણકારી છે. કહેવાય છે કે ગમે તેટલી વિપરિત સ્થિતિ કેમ ન હોય જો જીવનમાં સતત ત્રણ વર્ષ શિવલિંગને માત્ર જળ ચડાવવામાં આવે તો પણ શિવ રિઝી જાય છે.
વ્યક્તિનિ દશા અને દિશા બંને સુધરી જાય છે. શિવપૂજા અનંત સુખો આપનારી, સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ કરનારી છે. તેથી જ શિવને સૌથી ઉંચું સ્થાન મળેલું છે. વેદોએ પણ શિવપૂજાનો મહિમા ગાયો છે.
પૃથ્વીના આરંભથી શિવની પૂજા થાય છે. શિવની પૂજા એ માત્ર આ જન્મને જ નથી સુધારતી, પણ ભવોભવ સુધારે છે. શિવ એ કોઈ પણ જાતના ભેદભાવ વગર, દેવ માનવ, દાનવ તમામને તેમની ભક્તિ અને પૂજા અનુસાર ફળ આપે છે. તેથી જ તો તે દેવાધિદેવ, મહાદેવ છે.
શિવપુરાણ સાથે અનેક પ્રાચીન ગ્રંથોમાં શિવપૂજા વિશે જાણાવાયુ છે. તેમાં અનેક પ્રકારના શિવલિંગોની પૂજાનું અલગ-અલગ મહત્વ જણાવાયુ છે. તેમાંથી સૌથી પ્રભાવશાળી છે તે કાળા પથ્થરનું શિવલિંગ.
કાળા શિવલિંગનું રહસ્ય શિવલિંગમાં તમારા આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે. કોઈ રોગ તમારી નજીક નહિં આવે નકારાત્મક ઊર્જા જ તમામ બિમારીઓનું કારણ હોય છે. જો તમારે ધનનો અભાવ હોય તો તે પણ તમારી ઊર્જાને કારણે જ છે. જેથી કાળા પથ્થરના શિવલિંગની નજીક નિયમિત પૂજવાથી તમે ઊર્જાવાન બનશો, તમારી પાસે કોઈ રોગ નહિં આવે.