કાળી ચૌદસે હનુમાનજીની સાધના કરો, જાણીલો ક્યા મંત્ર કરવાથી થશે ફાયદો

DHARMIK

આ જગતમાં એવું કોઈ કાર્ય નથી જે હનુમાનજીએ પૂર્ણ ન કર્યું હોય. હનુમાન મંત્રમાં બતાવ્યા પ્રમાણે સાધનાત્મક પ્રયોગ ચમત્કારિક છે. આ પ્રયોગને દરેક વ્યક્તિએ કરવો જોઈએ જેથી જીવનમાં આવનાર તકલીફોનું નિવારણ થાય છે. માટે જ દરેક જગ્યાએ હનુમાન મંદિર હોય છે. દરેક દેવી-દેવતાની સાધના પહેલાં હનુમાન મંત્રસાધના કરવી જરૃરી છે. રાત હોય કે દિવસ હનુમાનજી તેના ભક્તોની રક્ષા કરવા માટે હંમેશાં હાજર હોય છે.

હનુમાનજી દુઃખોનો નાશ, શક્તિશાળી, પરાક્રમી અને દરેક કાર્યને સિદ્ધ કરવાવાળા મહાવીર છે. તેમના નામનું સ્મરણ જ સાહસ અને શક્તિ આપે છે. જીવનમાં ઘણી વખત એવું બને છે જેનાથી આપણે ગભરાઈ જઈએ, ડરી જઈએ, ભટકી જઈએ, તેવી પરિસ્થિતિમાં જો હનુમાનજીનો સાથ હોય તો ગભરાવાની જરૃર નથી અને દરેક પરિસ્થિતિમાં વિજય પ્રાપ્ત થાય છે.

આ પ્રયોગ રાત્રે કરવાનો હોય છે. હનુમાન જયંતી, કાળી ચૌદશ, મંગળવાર અથવા શનિવારે રાત્રે 10 વાગ્યા પછી આ સાધના કરવી જોઈએ. સાધકે લાલ કલરનાં વસ્ત્રો પહેરવાં, દક્ષિણ દિશા બાજુ મુખ રાખવું. તમારી સામે એક બાજોઠ ઉપર લાલ રેશમી કપડું પાથરવું. તેના ઉપર હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી. લાલ ફૂલની માળા અર્પણ કરવી. બાજોઠ ઉપર આપના ગુરુનું ચિત્ર પણ મૂકવું ને પાદુકા પણ મૂકવી અને ગુરુનું સ્મરણ કરવું.

ગુર્રુ બ્રહ્મા ગુર્રુ વિષ્ણુ, ગુર્રુ દેવો મહેશ્વર! ઔગુર્રુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ત્યારપછી ગુરુચિત્ર, પાદુકાને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું અને કપડાથી લૂછીને સ્થાપના કરવી. ગુરુવે સ્નાનમ્ સમર્પયામિ।। ત્યારપછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નૈવેદ્ય અર્પણ કરવું.ૐ ગુરુવે કુમકુમ સમર્પયામિ ગુરુવે અક્ષત ।। ૐ ગુરુવે પુષ્પમ્ ।।ૐ ગુરુવે નૈવેદ્ય ।. ૐ ગુરુવે ધૂપ, દીપમ્ સમર્પયામિ ઔહવે ત્રણ ચમચી પાણી ગુરુચિત્ર, પાદુકા ઉપર ફેરવી જમીન ઉપર મૂકવું.

પછી ૐ પરમ તત્ત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ મંત્ર બોલી સંકલ્પ કરવો. ઔસંકલ્પ- ૐ હું (વ્યક્તિનું નામ) સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા (કામ)થી આ અનુષ્ઠાન ચાલુ કરું છું. ૐ ધ્યાન- ૐ ઉધનમાર્તન્ડ કોટી પ્રકટ રૃચિયુતં ચારુ વીરાસનસ્યં, ઔમૈજજી યજ્ઞોપવીતારૃણ રુચિર શીખા શોભિતં કુંડલાંકમ્ ।। ૐ ભક્તાનામિષ્ટં તં પ્રણત મુનિજનં વેદનાદ પ્રમોદ, ઔધ્યાયેદ્ નિત્યં વિધયે પ્લવગ કુલપતિં ગોષ્પદી ભૂતવારિમ્ ।। મંત્ર ।। ૐ નમો હનુમન્તાય આવેશય આવેશય સ્વાહા ।।
સાધના-
હનુમાનજીના ચિત્ર સામે મંત્ર સિદ્ધ પ્રાણપ્રતિષ્ઠિત હનુમંત યંત્રની સ્થાપના કરવી. આ યંત્ર ઉપર સિંદુર લગાડવું પછી ગોળ, ઘીવાળી રોટલી બનાવી તેનો લાડુ બનાવવો અને તેનું નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી ધ્યાન અને સંકલ્પ કરી હનુમંત મંત્રની 11 માળા મૂંગાની માળાથી જપ કરવો. આ સાધના 11 દિવસ કરવી અને રાત્રિના 10 વાગ્યા પછી કરવી.

સાધના દરમિયાન જમીન ઉપર ઊંઘવું અને સાત્ત્વિક ભોજન લેવું. જમવામાં તીખું અને ખાટું ખાવું નહીં! દરરોજ રાત્રે નૈવેદ્ય ધરવો.લાડુને આખો દિવસ રાખવો. બીજી રાત્રે નવો નૈવેદ્ય અર્પણ કરવો. આ સાધનાથી હનુમાનજીની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. 11 દિવસ પૂર્ણ થાય પછી માળા અને યંત્રને સવા મહિના સુધી મંદિરમાં રાખવાં ત્યારબાદ જ્યાં હનુમાન મંદિર હોય ત્યાં આ મૂંગાની માળા અને યંત્રને દક્ષિણા સાથે અર્પણ કરવાં. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હનુમાન તંત્રના મંત્રનો જપ કરવાથી સફળતા મળે છે

Leave a Reply

Your email address will not be published.